Team VTV11:08 PM, 26 Mar 22
| Updated: 11:18 PM, 26 Mar 22
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહને 1 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. 11 વર્ષ જૂના કેસમાં ઇન્દોર કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે.
પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહને 1 વર્ષની સજા
11 વર્ષ જૂના કેસમાં ઇન્દોરની કોર્ટે આપ્યો ચુકાદો
હું હાઈકોર્ટમાં અપીલ કરીશ: દિગ્વિજયસિંહ
વર્ષ 2011માં ઉજ્જૈનમાં થયેલી મારામારીની ઘટના મામલે ઇન્દોરની વિશેષ કોર્ટે આજે પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સભ્ય દિગ્વિજયસિંહ, પૂર્વ સાંસદ પ્રેમચંદ ગુડ્ડૂ સહિત 6 આરોપીઓને 1-1 વર્ષની જેલની સજા સંભળાવી છે. કોર્ટે આની સાથે જ 5-5 હજારનો દંડ પણ લગાવ્યો છે.
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે આ મામલે કહ્યું કે, આ 10 વર્ષ જૂનો કેસ છે જેમાં મારું નામ FIRમાં પણ નહોતું, પરંતુ રાજકીય દબાણ હેઠળ બાદમાં ઉમેરવામાં આવ્યું હતું. હું હાઈકોર્ટમાં અપીલ કરીશ.
Madhya Pradesh | Former CM Digvijay Singh sentenced to one year by Indore District Court in Ujjain assault case
"This is a 10-year-old case in which my name was not even in the FIR, but was added later under political pressure. I will appeal in the High Court" he said pic.twitter.com/Klaru6lCB8
વર્ષ 2011માં કોંગ્રેસના એક કાર્યક્રમમાં સામેલ થવા જતા સમયે પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહ, તત્કાલિન ઉજ્જૈન સાંસદ પ્રેમચંદ ગુડ્ડૂ અને સાત અન્ય લોકોનો વિવાદ ભાજપના કાર્યકર્તાઓ સાથે થઇ ગયો હતો. આ મામલે ભાજપ કાર્યકર્તાઓએ દિગ્વિજયસિંહ, પ્રેમચંદ ગુડ્ડૂ સહિત 9 આરોપીઓ વિરૂદ્ધ અલગ અલગ કલમોમાં કેસ દાખલ કરાયો હતો.
જનપ્રતિનિધિઓની સુનાવણી માટે રચાયેલી વિશેષ કોર્ટ ઇન્દોરમાં આજે આ મામલે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહ, પૂર્વ સાંસદ પ્રેમચંદ ગુડ્ડૂ સહિત 6 આરોપીઓને સજા સંભળાવવામાં આવી, જ્યારે 3 આરોપીઓને પૂરાવાના અભાવમાં કોર્ટે નિર્દોષ જાહેર કરી દીધા. પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ, પ્રેમચંદ ગુડ્ડૂ સહિત તમામ છ આરોપીઓને કોર્ટમાં પાંચ પાંચ હજારનો દંડ ભરાવીને 25-25 હજારના જામીન આપી દીધા.