બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Forecast of heavy rain in Gujarat for the next 4 days by the Meteorological Department

મેહુલ્યો અનરાધાર! / ગુજરાત માટે 4 દિવસ 'અતિભારે': આ જિલ્લાઓમાં તૂટી પડશે મેઘરાજા, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ

Malay

Last Updated: 07:54 AM, 29 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rain Forecast in Gujarat: ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ બોલાવી છે. આ વચ્ચે ગુજરાતમાં હજુ 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં એક NDRFની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

  • વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી
  • 4 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી
  • દક્ષિણ ગુજરાતમાં થઈ શકે ભારેથી અતિભારે વરસાદ
  • નવસારીમાં  NDRFની એક ટીમ સ્ટેન્ડબાય

ગુજરાતમાં ચોમાસાએ જોરદાર જમાવટ કરી છે. ચોમાસાના આગમનની સાથે જ મોન્સૂ ટ્રફ અને સર્ક્યુલર સિસ્ટમ એમ બે-બે સિસ્ટમ સક્રિય થવાથી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 4 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. 

આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી
સ્થાનિક હવામાન વિભાગના જણાવ્યા મુજબ,  આગામી 4  દિવસ સુરત, વલસાડ, નવસારી, ગીર સોમનાથ અને સુરતમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, જામનગરમાં ભારે વરસાદની આગાહી છે. 

Heavy to very heavy rain forecast for 5 more days in Gujarat

2 રેડ તો 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા નવસારી અને વલસાડમાં વધુ વરસાદની શક્યતાને પગલે રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત સુરત અને ડાંગ તેમજ તાપીમાં પણ વરસાદની શક્યતાને લઇને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે સાથે દાદરા નગર હવેલી અને દમણમાં પણ રેડ એલર્ટ જાહેર કરાયું હોવાથી વધુ વરસાદની શક્યતા જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે વલસાડ, સુરત, ભરૂચ, તાપી, ડાંગ અને નવસારીમાં અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ વરસાદની સંભાવના છે. આજે સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, મોરબી, દ્વારકા અને ભાવનગરમાં ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે કચ્છના પણ મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત મહેસાણા અને અરવલ્લીમાં પણ વરસાદ થવાની સંભાવના છે. વરસાદની આગાહીને લઈ માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપી છે.  

ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહીના કારણે NDRFની ટીમ કરાઈ તૈનાત |  NDRF team stands by amid heavy rain forecast

દ.ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો નવસારીમાં છેલ્લા 3 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જિલ્લામાં NDRFની એક ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને લઈને વહીવટી તંત્ર પણ સજ્જ થઈ ગયું છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ