પોતાની એકની એક દીકરીને ઉછેરવા અને સમાજમાં પુરુષોથી પોતાને સુરક્ષિત રાખવા માટે એક માતા 30 વર્ષ સુધી મહિલાની જગ્યાએ પુરુષ બનીને રહી.
સમાજમાં સુરક્ષિત રહેવા માટે મહિલા બની રહી પુરુષ
દીકરીના ઉછેર માટે બીજા લગ્ન પણ ના કર્યા
બીજાને ખબર ના પડે એ માટે પુરુષ શૌચાલયનો ઉપયોગ કરતી
૩૦ વર્ષ સુધી મહિલા પુરુષ બનીને રહી
તામિલનાડુમાં થુથુકુડી જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક માતાએ પોતાની દીકરીને ઉછેરવા અને સમાજમાં પુરુષોથી પોતાને સુરક્ષિત રાખવા માટે લગભગ 30 વર્ષ સુધી પુરુષનો પોશાક પહેર્યો હતો. થુથુકુડી જિલ્લાના કટુનાયકન પટ્ટીના રહેવાસી પચિયામ્મલની આ એક રસપ્રદ કહાની છે.
લગ્નનાં 15 દિવસમાં જ પતિનું થયું મૃત્યુ
વાસ્તવમાં જ્યારે પેચિયામ્મલ 20 વર્ષનો હતી ત્યારે તેમના લગ્ન થઈ ગયા હતા. 15 દિવસ પછી, એમના પતિનું અવસાન થયું. તેમને હાર્ટ એટેક આવ્યો હતો. લગભગ નવ મહિના પછી પચિયામ્મલે પુત્રીને જન્મ આપ્યો. તેને પોતાનું અને પોતાની દીકરીનું પેટ ભરવા માટે બહાર કામ કરવા જવું પડતું હતું, પરંતુ લોકોએ તેની સાથે યોગ્ય વ્યવહાર કર્યો ન હતો અને એક મહિલા હોવાના કારણે તેને હેરાન કરવામાં આવતી હતી.
બીજા લગ્ન પણ નાં કર્યા, દીકરીના ઉછેર માટે
એ બીજી વાર લગ્ન પણ કરી શકે એમ હતા, પરંતુ તેની દીકરીનું ભવિષ્ય જોતાં તેણે એવું ન કર્યું. પચિયામ્મલ સમાજમાં સ્ત્રીને બદલે પુરુષ તરીકે રહેવાનું અને કામ કરવાનું નક્કી કર્યું અને પોતાનું જીવન અને પોતાની દીકરીનું જીવન ચલાવવાનું નક્કી કર્યું. ત્યાર બાદ તેણે પુરુષ જેવા દેખાવા માટે પોતાના વાળ કાપી નાખ્યા હતા. સાડી-બ્લાઉઝને બદલે લુંગી અને શર્ટ પહેર્યાં હતાં અને આ રીતે તે પેચિયામ્મલમાંથી મુથુ બની ગઈ હતી.
તમામ દસ્તાવેજોમાં નામ મુથુ કુમાર
છેલ્લાં 30 વર્ષમાં મુથુએ ચેન્નઈ અને થુથુકુડીમાં હોટલ, ધાબા અને ચાની દુકાનોમાં કામ કર્યું હતું. તે જ્યાં પણ કામ કરતી હતી, ત્યાં તેને અન્નાચી (પુરુષનું પરંપરાગત નામ) કહેવામાં આવતું હતું. પાછળથી તેમને મુથુ માસ્ટર કહેવા લાગ્યા, કારણ કે તેમણે ચા અને પરાઠાની દુકાન શરૂ કરી હતી. પચિયામ્મલના કહેવા પ્રમાણે મેં પેઇન્ટર, ટી માસ્ટર, પરાઠા માસ્ટર જેવી અનેક વસ્તુઓ કરી હતી. આ ઉપરાંત મનરેગામાં પણ 100 દિવસ કામ કર્યું છે. હવે મેં મારી પુત્રીના સલામત જીવન માટે એક-એક પૈસો બચાવ્યો છે. જોકે, મુથુ હવે મારી ઓળખ બની ગઈ છે. આધાર કાર્ડ, મતદાર કાર્ડ અને બેંક એકાઉન્ટ સહિત તમામ ડોક્યુમેન્ટમાં આ નામ મારા ફોટો સાથે બનાવવામાં આવ્યું છે.
પુરુષનો વેશ ધારણ કરીને સુરક્ષિત રહી
પચિયામ્મલના જણાવ્યા અનુસાર શરૂઆતમાં આ બધું કરવું ખૂબ જ મુશ્કેલ હતું. પરંતુ મારી પુત્રીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, મેં પણ આ સમસ્યાનો સામનો કરવાનું નક્કી કર્યું. જ્યારે હું આજીવિકા માટે કામ કરવા ગઈ હતી, ત્યારે એક માણસનો વેશ પહેરીને મને રસ્તામાં જતા અને જ્યાં હું કામ કરતી ત્યાં સલામતી મળતી હતી. પુરુષની ઓળખને બનવી રાખવા માટે મેં બસોમાં પુરુષ સીટ પર મુસાફરી કરી.પુરુષ શૌચાલયનો ઉપયોગ કરતી હતી. સરકારે બસમાં મહિલા મુસાફરો માટે મફત સેવાની જાહેરાત કરી હતી, પરંતુ મેં ભાડું ચૂકવીને મુશાફરી કરતી.