કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે ઘણા પ્રકારના નુસખા છે. પરંતુ કેટલાક એવા પીણાં છે જેના દ્વારા તેને કંટ્રોલ કરી શકાય છે. જાણો કયા છે એવા ડ્રિક્સ.
કોલેસ્ટ્રોલ ઘટાડવા પીવો આ ડ્રિંક્સ
આજે જ ડાયેટમાં કરો શામેલ
જાણો કઈ રીતે મળશે મદદ
કોલેસ્ટ્રોલ વધવાથી હાર્ટ એટેકની શક્યતા વધી જાય છે. આવી સ્થિતિમાં જે લોકો શરીરમાં કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા માટે તમામ પ્રકારના પ્રયત્નો કરી રહ્યા છે. તેઓએ પોતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. નહીં તો પછીથી સમસ્યાઓ થઈ શકે છે.
કેટલાક લોકો ઘરેલુ ઉપચારથી પણ શરીરમાં કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવાનો પ્રયાસ કરે છે, તો કેટલાક લોકો એવા પીણાનું સેવન કરે છે, જેનાથી તેને સરળતાથી કંટ્રોલ કરી શકાય છે. તો ચાલો એ જાણવાનો પ્રયાસ કરીએ કે એવા કયા ડ્રિંક્સ છે, જેનાથી તેને કંટ્રોલ કરી શકાય છે.
ગ્રીન ટી કોલેસ્ટ્રોલને કરે છે કંટ્રોલ
શું તમે જાણો છો કે ગ્રીન-ટી ન વજન ઘટાડવાની સાથે કોલેસ્ટ્રોલને પણ નિયંત્રિત કરે છે. આવી સ્થિતિમાં તમારે દરરોજ તેનું સેવન કરવું પડશે. તો જ તમને વધુ સારા પરિણામો મળશે. હકીકતે તેમાં એવા ગુણો છે જેના કારણે આ પ્રકારની સમસ્યા દૂર થઈ જાય છે.
ટામેટાંનો રસ કોલેસ્ટ્રોલને કરે છે કંટ્રોલ
આ સિવાય ટામેટાના જ્યુસથી શરીરમાં કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરી શકાય છે. આ માટે તમારે રોજ તેનો જ્યુસ પીવો પડશે. જો કે ગંભીર દર્દીઓએ તેને પીતા પહેલા બાર ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
ઓટ મિલ્કથી પણ થશે ફાયદો
આ સિવાય ઓટ મિલ્કથી કોલેસ્ટ્રોલનું સ્તર પણ નિયંત્રણમાં રહે છે. હકીકતે તેમાં બીટા-ગ્લુકેન નામનો પદાર્થ હોય છે. જે બાઈલ સોલ્ટની સાથે મળીને આંતરડામાં જાળી જેવું સ્તર બનાવે છે, જે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
જણાવી દઈએ કે શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે. એક ગુડ કોલેસ્ટ્રોલ અને બીજુ બેડ કોલેસ્ટ્રોલ. શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધવાથી હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. તો આવી સ્થિતિમાં તમારે તમારી જીવનશૈલી બદલવી પડશે અને કસરત પણ કરવી પડશે.