જો તમે પણ ફિક્સ્ડ ડિપોઝિટ કરાવવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો તમારા માટે કામના સમાચાર છે. તમે એફડી કરાવીને માત્ર 6 મહિનામાં જ સારી કમાણી કરી શકો છો. ચાલો જાણીએ કઈ રીતે.
બેંકો તરફથી ગ્રાહકોને 7 દિવસથી લઈને 10 વર્ષ સુધી એફડીની સુવિધા મળે છે
બેંકો તરફથી ગ્રાહકોને 7 દિવસથી લઈને 10 વર્ષ સુધી એફડીની સુવિધા આપવામાં આવે છે. આજે અમે તમને કેટલીક સરકારી અને પ્રાઈવેટ બેંકોના એફડી રેટ્સ વિશે જણાવીશું કે કઈ બેંક ફક્ત 6 મહિનામાં તમને કેટલો નફો આપી શકે છે. તમે SBI, PNB, HDFC Bank, કોટક મહિન્દ્ર બેંક, કેનરા બેંક, Bank of Baroda અને ICICI જેવી મોટી બેંકમાં પોતાના પૈસા લગાવી શકો છો.
SBI Fixed Deposit (FD) Rates
જો તમે 6 મહિના માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં FD કરો છો, તો તમને 3.90 ટકાના દરે વ્યાજનો લાભ મળશે. આ ઉપરાંત, બેંક વરિષ્ઠ નાગરિકોને 4.40 ટકાના દરે વ્યાજનો લાભ આપે છે.
ICICI Fixed Deposit Interest Rates
ICICI બેંક તેના ગ્રાહકોને 3 ટકાના દરે વ્યાજનો લાભ આપી રહી છે. તમને જણાવી દઈએ કે 6 મહિનાની FD પર બેંક સામાન્ય નાગરિકો અને વરિષ્ઠ નાગરિકો બંનેને 3% વ્યાજ ઓફર કરી રહી છે.
HDFC Fixed Deposit Rates
પ્રાઈવેટ સેક્ટરની સૌથી મોટી બેંક HDFCની વાત કરીએ તો અહીં સામાન્ય નાગરિકોને 3.50 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. જ્યારે વરિષ્ઠ નાગરિકોને 4 ટકા વ્યાજનો લાભ મળી રહ્યો છે.
PNB Fixed Deposit Rates
પંજાબ નેશનલ બેંક તેના ગ્રાહકોને 6 મહિના માટે ફિક્સ્ડ ડિપોઝિટ પર 4% વ્યાજનો લાભ આપી રહી છે. જ્યારે તે વરિષ્ઠ નાગરિકોને 4.50 ટકાના દરે વ્યાજ આપી રહી છે.
Canara Bank FD Rates
કેનેરા બેંક સામાન્ય ગ્રાહકો અને વરિષ્ઠ નાગરિકો બંનેને 4 ટકાના દરે વ્યાજ આપી રહી છે.
Bank Of Baroda FD Rates
આ સિવાય જો આપણે સરકારી બેંક BOB ની વાત કરીએ તો અહીં ગ્રાહકોને 3.70 ટકાના દરે વ્યાજનો લાભ મળી રહ્યો છે.
Kotak mahindra bank
કોટક મહિન્દ્રા બેંક ગ્રાહકોને 3.25 ટકાના દરે વ્યાજ આપી રહી છે. આ 6 મહિનાની FD પરનો વ્યાજ દર છે.