first phase of the newsreach Local News Community Program in Gujarat
તક /
ગુજરાતના પબ્લિશરો અને પત્રકારો માટે ન્યૂઝરીચ લોકલ ન્યુઝ કોમ્યુનિટી પ્રોગ્રામનો પ્રારંભ, 1 કરોડની કરાશે મદદ
Team VTV03:57 PM, 26 Jun 22
| Updated: 04:47 PM, 28 Jun 22
ગુજરાતમાં ન્યૂઝરીચ લોકલ ન્યુઝ કોમ્યુનિટી પ્રોગ્રામના પ્રથમ તબક્કામાં પબ્લિશરો અને પત્રકારોને 1 કરોડથી વધુની મદદ કરી આગળ લાવવા પ્રત્યન કરાશે
ન્યૂઝરીચ લોકલ ન્યુઝ કોમ્યુનિટી પ્રોગ્રામ ફેઝ-1
નાના અને મધ્યમ પબ્લિશરો અને પત્રકારોને પ્લેટફોર્મ પૂરું પડાશે
1 કરોડની નાણાકીય સહાય અને ટેક્નિકલ મદદ કરવામાં આવશે
ગુજરાતના અમદાવાદની ન્યૂઝરીચ મીડીયાટેક કંપનીએ એક આગવી શરૂઆત કરી છે. કંપની દેશભરના પબ્લિશરો માટે પ્રોગ્રામ લોન્ચ કર્યો છે, જે દેશભરના નાના અને મધ્યમ સ્તરીય પબ્લિશરો જે ડિજિટલ વર્લ્ડમાં આગળ પ્રોત્સાહન આપશે. ન્યૂઝરીચ લોકલ ન્યુઝ કોમ્યુનિટી પ્રોગ્રામના પ્રથમ તબક્કામાં રૂ. 1 કરોડની નાણાકીય સહાય અને ટેક્નિકલ મદદ કરશે.આ પ્રોગ્રામને સ્પોન્સર એક પ્રીમિયમ ગુજરાતી કન્ટેન્ટ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ Oho ગુજરાતી અને સુપરસીટી લાઇફસ્ટાઇલ કરી રહ્યું છે.
2020માં ન્યૂઝરીચ કંપનીની સ્થાપના
ન્યૂઝરીચ કંપની શરૂઆત 2020થી થઇ છે અને દેશભરના હજારો પત્રકાર,જર્નાલિસ્ટ અને મીડિયા પબ્લિશરોને આગળ વધારવા માટે અને તેમના પ્લેટફોર્મને ડિજિટાઇઝ અને મોનીટાઈઝ કરવા માટે કાર્યરત છે.આ ઉપરાંત જે લોકો મીડિયા ક્ષેત્રે યોગદાન આપી રહ્યા છે અને તેમની સાથે જોડાઈને તેમને પ્રોત્સાહિત કરવા માટે મદદ કરી રહી છે.
પત્રકારો અને પબ્લિકેશન હાઉસ વચ્ચેનો ગેપ ઘટશે
ન્યૂઝરીચ દેશભરના 2000થી વધુ રિપોર્ટરો,સ્ટ્રીંગરો અને પત્રકારો સાથે મળીને તેમને આગળ લાવવા પ્રત્યનશીલ છે. આ ઉપરાંત નાના અને મધ્યમ લેવલના પબ્લિશરો સાથે જોડાઈને તેમના પ્લેટફોર્મને ઓનલાઇન લાવવા માટે ડિજિટાઇઝ અને આવક કઈ રીતે મેળવી શકે તે માટે મોનિટાઇઝ કરવા માટે કાર્યરત છે.અત્યાર સુધીમાં ન્યૂઝરીચએ દેશભરના 3000 થી વધુ પબ્લિશરો સાથે મળીને કામ કરી રહ્યું છે.તેમજ મીડિયામાં પત્રકારો અને પબ્લિકેશન હાઉસ વચ્ચેના ગેપને ઘટાડવા માટે પણ પ્રયાસ કરી રહ્યું છે.
ઓરીજનલ કન્ટેન્ટ સરળતાથી મળશે, કોપીરાઈટની ઝંઝટમાંથી છુટકારો
હાલ દેશભરના કન્ટેન્ટ ક્રિએટરોને પોતાના મહેનતથી ફિલ્ડ વર્ક અને રિસર્ચ દ્વારા કોન્ટેન્ટ આર્ટિક્સલ તૈયાર કરતા હોય છે પરંતુ તેમને પૂરતું પ્લેટફોર્મ ન મળવાને કારણે મીડિયા હાઉસ સાથે જોડાવું મુશ્કેલ બને છે તેમજ તેમને પૂરતી ઈન્ક્મ પણ નથી મળતી હોતી તેમજ આજના કોપીરાઈટના જમાનામાં ઓરીજનલ કન્ટેન્ટ લાવવો પબ્લિકેશન હાઉસ માટે પણ મુશ્કેલ હોય છે તેવામાં ન્યૂઝરિચ દ્વારા માર્કેટપ્લેસ લોન્ચ કરી અને આ ગેપને દૂર કરવા માટે ઉમદા પ્રયાસ કર્યો છે.અહીંથી ડાયરેક્ટ કન્ટેન્ટ ક્રિએટર પોતાના કન્ટેન્ટને લાયસંસ કરીને પબ્લીશર સુધી પહોંચાડી શકશે.
ગુજરાતના પબ્લિશરોને પ્રથમ તબક્કા માટે આમંત્રણ
ન્યૂઝરીચ લોકલ ન્યુઝ કોમ્યુનિટી પ્રોગ્રામએ સ્થાનીય ભાષાના લોકલ પબ્લિશરોને સશક્ત અને મજબૂત કરવા તેમજ ઓનલાઇન પ્લેટફોર્મ થકી પ્રોત્સાહિત કરવા માટે છે.આ કાર્યક્રમ 24 મહિનાઓના સમયગાળા 10 જેટલા તબક્કામાં યોજાવા જઈ રહ્યો છે.જેમાં ગુજરાતના પબ્લિશરોને પ્રથમ તબક્કામાં જોડાવવા માટે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. આ પ્રોગામમાં જોડાનાર પબ્લિશરોને 5 લાખની રોકડ સહાય,3.5 લાખનો માર્કેટપ્લેસ કોન્ટેન્ટ અને 1.5 લાખની એડ્વર્ટાઇઝ દ્વારા તેમના પ્લેટફોર્મને આગળ વધારવા માટેની તક મળશે.
કયા ફોર્મ ભરવું, છેલ્લી તારીખ કઈ?
આ પ્રોગ્રામમાં જોડાવવા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 5 જુલાઈ 2022 છે તેમજ સહભાગીઓની જાહેરાત 10 જુલાઈ 2022ના રોજ કરવામાં આવશે તેમજ માર્ગર્શન માટે વર્કશોપ પણ 15 જુલાઈથી શરૂ થશે અને આ વર્કશોપમાં સક્રિય પણે ભાગ 30 અંતિમ અરજદારોની પસંદગી અમારા દ્વારા કરાશે અને તેમને 30 જુલાઈ પછી રોકડ રકમ તેમજ અન્ય પુરસ્કારો આપવામાં આવશે તેમજ વધુ માહિતી માટે તમે અમારી વેબસાઈટ - community.newsreach.in પર જઈ વધુ માહિતી મેળવી શકો છો.
નાના અને મધ્યમ પબ્લિશરો અને પત્રકારોનો વિકાસ એક જ ધ્યેય: દર્શન શાહ, CEO, ન્યૂઝરીચ
આ કંપનીના સીઈઓ દર્શન શાહએ કહ્યું કે,અમારો મુખ્ય એજન્ડા નાના અને મધ્યમ પબ્લિશરો અને પત્રકારોના વિકાસનો છે તેઓ આગળ વધે તેવું અમે ઈચ્છી રહ્યા છીએ.સાથે જ તેઓએ ગુજરાતના પબ્લિશરોને પણ આ પ્રોગ્રામમાં જોડાવા આમંત્રણ પાઠવ્યું છે.