Find out how many days after the first vaccine the second dose will be given in corona vaccination
રસીકરણ /
કોરોના વેક્સિનેશનમાં પ્રથમ રસી બાદ બીજો ડોઝ કેટલા દિવસે અને કેમ અપાશે
Team VTV08:28 PM, 14 Feb 21
| Updated: 08:30 PM, 14 Feb 21
કોરોના વેક્સિનના બીજા ડોઝને લઈ મુંઝવણમાં લોકો માટે વેક્સિનેશન કો-ઓર્ડિનેટર નયન જાનીએ જણાવ્યું કે, 28 દિવસ થયા પછી 35 કે 40 દિવસે પણ બીજો ડોઝ લઈ શકાય છે.
આવતીકાલથી બીજા તબક્કાનું વેક્સિનેશન
પ્રથમ ડોઝ લેનારને અપાશે બીજો ડોઝ
બીજા ડોઝ માટે મોકલાશે મેસેજ
ગુજરાતમાં બીજા તબક્કાના વેક્સિનેશનનું મહાઅભિયાનનો આવતીકાલથી પ્રારંભ થશે. ગુજરાતના તબીબો અને ફ્રંટલાઈન વર્કર્સની મુંઝવણ આરોગ્ય વિભાગે દૂર કરી છે. સોમવારથી વેક્સિનેશનનો બીજો ડોઝ શરૂ થશે. તેવું વેક્સિનેશન કો-ઓર્ડિનેટર નયન જાનીએ જણાવ્યું.
અનેક તબીબોએ પોતાની મુંઝવણ VTV NEWS સમક્ષ વ્યક્ત કરી હતી. જેને લઈને VTV NEWSએ ગુજરાતના વેક્સિનેશન કો-ઓર્ડિનેટર ડૉ.નયન જાની સાથે વાતચીત કરી હતી. જેમ જણાવ્યું કે, 28 દિવસ થયા પછી 35 કે 40 દિવસે પણ બીજો ડોઝ લઈ શકાય છે. બીજા ડોઝ માટે પણ દરેક લાભાર્થીને મેસજ કરવામાં આવશે. બીજો ડોઝ રાજ્યમાં વેક્સિનેશન ચાલતું હોય તેવા કોઈપણ સેંટર પરથી લઈ શકાશે.