fennel seeds are a panacea for many skin problems know its benefits
Health Tips /
સ્વાસ્થ્યની સમસ્યાઓથી લઈને સ્કીનની પ્રોબ્લેમ માટે રામબાણ ઈલાજ છે વરિયાળીનું પાણી, જાણો ફાયદા વિશે
Team VTV04:48 PM, 24 Mar 22
| Updated: 04:49 PM, 24 Mar 22
વરિયાળી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ તે તમારી ત્વચા માટે પણ ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. ત્વચાની તમામ સમસ્યાઓમાં વરિયાળીના ફાયદા વિશે જાણીએ તો....
ખૂબ જ ફાયદાકારક છે વરિયાળીનું પાણી
સ્વાસ્થ્યની સાથે ત્વચાને રાખે છે સ્વસ્થ્ય
જાણો તેના અન્ય ફાયદાઓ વિશે
આપણા રસોડામાં ઘણી એવી વસ્તુઓ છે જે ઔષધીય ગુણોથી ભરેલી છે. જેનો ઉપયોગ બધી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે થાય છે. વરિયાળી પણ આમાંથી એક છે. વરિયાળીમાં કેલ્શિયમ, સોડિયમ, આયર્ન, વિટામિન એ, વિટામિન સી, ફાઈબર અને પોટેશિયમ જેવા ઘણા પોષક તત્વો હોય છે. વરિયાળીનો ઉપયોગ સામાન્ય રીતે માઉથ ફ્રેશનર તરીકે થાય છે. જમ્યા પછી ખાવામાં આવે તો પાચન સારી રીતે થાય છે. પરંતુ શું તમે જાણો છો કે સ્વાસ્થ્ય સિવાય વરિયાળી ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. અહીં જાણો ત્વચા માટે વરિયાળીના ફાયદાઓ વિશે.
ખીલની સમસ્યાથી છુટકારો મેળવવા માટે
જો તમને ખીલની સમસ્યા છે તો તમે વરિયાળીથી ઘણો ફાયદો મેળવી શકો છો. વરિયાળીમાં એન્ટિસેપ્ટિક ગુણ હોય છે, જે ફંગલ ઇન્ફેક્શનને દૂર કરવામાં મદદરૂપ માનવામાં આવે છે. વરિયાળી થોડી વાર પાણીમાં પલાળી રાખો. આ પછી તેને પીસીને તેમાં થોડું દહીં અને મધ મિક્સ કરો. આ પેકને લગભગ 20 મિનિટ સુધી ચહેરા પર લગાવો. ત્યાર બાદ ચહેરો ધોઈ લો. આ તમારી ત્વચાને ઠંડક આપવાનું કામ કરશે, ચહેરા પર ભેજ જાળવી રાખશે અને ખીલની સમસ્યાને દૂર કરશે.
ત્વચાને એક્સ્ફોલિએટ કરવા માટે
વરિયાળીનો ઉપયોગ ત્વચાને નિખારવા માટે પણ થાય છે. આ માટે એક ચમચી વરિયાળી અને બે ચમચી ઓટમીલને મિક્સરમાં થોડું પાણી ઉમેરીને મિક્સ કરો. આમાંથી એક પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને તમારા ચહેરા પર 15-20 મિનિટ માટે લગાવો. આ પછી થોડા પાણીથી માલિશ કરો. પછી સામાન્ય પાણીથી ચહેરો ધોઈ લો. તેનાથી તમારી ત્વચાના મૃત કોષો દૂર થશે અને ત્વચા પર ચમક આવશે.
ડાગધબ્બા રહીત અને ચમકતી ત્વચા માટે
તમે વરિયાળી દ્વારા પણ ડાગધબ્બા વગરની અને ચમકદાર ત્વચા મેળવી શકો છો. આ માટે તમારે વરિયાળીનો ઉપયોગ ટોનર તરીકે કરવો પડશે. તેના માટે બે ચમચી વરિયાળીને પાણીમાં ઉકાળો. આ પાણી ઠંડું થાય એટલે એક બોટલમાં ભરીને ચહેરા પર સ્પ્રે કરો. દરરોજ આમ કરવાથી તમારી ત્વચા ખૂબ જ ચમકવા લાગે છે. જો તમે ઈચ્છો તો અઠવાડિયામાં એકવાર વરિયાળીના પાણી સાથે સ્ટીમ પણ લઈ શકો છો. તેનાથી ત્વચામાં ગ્લો પણ આવે છે.
આંખોના સોજાને ઘટાડવા માટે
જ્યારે કેટલાક લોકો સવારે ઉઠે છે ત્યારે તેમની આંખોની આસપાસના વિસ્તારમાં ખૂબ સોજો હોય છે. જો તમારી સાથે પણ આવું થતું હોય તો વરિયાળી આ બાબતમાં મદદરૂપ થઈ શકે છે. આ માટે બે ચમચી વરિયાળીને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે આ પાણીમાં કોટન પલાળી દો અને આંખો બંધ કરીને આંખો પર રાખો. ત્યાર બાદ ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. આમ કરવાથી આંખોની આસપાસનો સોજો દૂર થાય છે.