Feluda paper strip test to be out in few weeks union health minister harsh vardhan
કોરોના સંકટ /
થોડી જ મિનિટોમાં કોરોના ઇન્ફેકશનની પડી જશે ખબર, આ ટેસ્ટને લઇને આરોગ્ય મંત્રીએ આપ્યો જવાબ
Team VTV12:26 PM, 12 Oct 20
| Updated: 12:33 PM, 12 Oct 20
કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને જણાવ્યું કે કોરોના વાયરસની તપાસ માટે ફેલૂદા પેપર સ્ટ્રિપ ટેસ્ટ થોડા અઠવાડિયામાં ભારતમાં ઉપલબ્ધ થઇ જશે. ફેલુદા પેપર સ્ટ્રિપ ટેસ્ટ અંગે ડૉ. હર્ષવર્ધને કહ્યું કે આ ટેસ્ટમાં 96 ટકા સંવેદનશીલતા અને 98 ટકા વિશિષ્ટતા જોવા મળી છે. ડો. હર્ષવર્ધને કહ્યું કે ઇંસ્ટિટયૂટ ઓફ જીનોમિક્સ એન્ડ ઇંટગ્રેટિવ બાયોલોજી (IGIB) અને તમામ ખાનગી લેબમાં ફેલુદા ટ્રાયલ માટે અંદાજે 2,000 દર્દી જોડાયા હતા.
સરકાર તરફથી ફેલૂદા પેપર સ્ટ્રિપ ટેસ્ટના ઉપયોગને લઇને કોઇ સત્તાવાર નિવેદન આવ્યું નથી. પરંતુ મીડિયા રિપોર્ટ મુજબ આ ટેસ્ટ મિનીટોમાં જણાવી દેશે કે વ્યક્તિ કોરોના વાયરસ સંક્રમિત છે કે નહીં. આ પ્રેગ્રનેંસી ટેસ્ટ સ્ટ્રિપ્સની જેમ કામ કરશે.
ફેલૂદા સ્ટ્રિપ ટેસ્ટને CSIR-IGIB દ્વારા વિકસિત કરવામાં આવ્યું છે અને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DGCA) તેને કોમર્શિયલ ઉપયોગની મંજૂરી આપી છે. આ ICMRના RT-PCR ટેસ્ટિંગ કિટના હાલના ક્રાઇટેરિયાની સાથે પણ મેચ થાય છે. જો કે 96 ટકા સંવેદનશીલ અને 99 ટકા વિશિષ્ટ છે. ડો. હર્ષવર્ધને કહ્યું કે કોવિડ-19 માટે ફેલુદા સ્ટ્રિપ ટેસ્ટ પહેલાથી જ બેંગલુરુમાં આવેલ ડિપાર્ટમેંટ ઓફ એટોમિકના નેશનલ સેંટર ફોર બાયોલોજિકલ સાયન્સ પાસેથી માન્યતા પ્રાપ્ત કરી ચૂક્યું છે.
ICMRએ કોવિડ-19ના રી-ઇંફેકશનના કેસને સમજવા માટે એક અધ્યયન કર્યુ છે. તેના પર કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કહ્યું, વાસ્તવમાં રી-ઇંફેકશનનો મતલબ છે, સંપૂર્ણ રીતે ઠીક થઇ ગયેલ વ્યક્તિનું ફરી વાયરસની ઝપેટમાં આવવું. ડો. હર્ષવર્ધને કહ્યું કે ICMR દ્વારા પ્રારંભિક વિશ્લેષણમાં સામે આવ્યું છે કે કોવિડ-19ના રી-ઇફેંકશન તરીકે દાખલ કરાયેલા ઘણા કેસ ખોટા છે.
વેક્સીન પર સરકારની રણનીતિના સવાલ પર ડો. હર્ષવર્ધને કહ્યું, કોવિડ-19ના ઇમરજન્સી ઉપયોગ માટે સુરક્ષા અને પ્રભાવશાલી પર્યાપ્ત ડેટાની જરૂરિયાત છે જેનાથી દર્દીઓની સુરક્ષા પણ સુનિશ્ચિત કરી શકાય. હાલના સમયમાં ભારતમાં વેક્સીન ઉમેદવાર ટ્રાયલ પહેલા, બીજા અથવા ત્રીજા તબક્કામાં છે. આ ટ્રાયલ્સ માટે ડેટાના ઉપયોગથી વેક્સીનની રણનીતિ તૈયાર કરવામાં આવશે.