બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / fearful of a ghost policeman commits suicide by hanging himself

પરિવારજનોમાં શોક / પોલીસકર્મીને ભૂતથી લાગતો હતો ડર, એકાંત સમયે જે પગલું ભર્યું તે જાણીને થઈ જશો સ્તબ્ધ

Premal

Last Updated: 12:24 PM, 17 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તામિલનાડુના કુડ્ડાલોર જિલ્લામાં રહેતા એક પોલીસકર્મીએ ભૂતથી ડરીને પોતાનો જીવ આપ્યો. પોલીસ કર્મીએ પોતાના સરકારી ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી.

  • તામિલનાડુમાં પોલીસકર્મીએ ભૂતથી ડરીને પોતાનો જીવ આપ્યો
  • સરકારી ઘરમાં ગળે ફાંસો લગાવી કરી આત્મહત્યા
  • પોલીસ કર્મીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાયો

પોલીસકર્મીના પરિવારમાં શોકનો માહોલ

સ્થાનિક પોલીસે પોલીસ કર્મચારીની લાશને કબજામાં લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી અને કેસની તપાસ શરૂ કરી છે. જે સમયે પોલીસ કર્મચારીએ ભયાનક પગલું ઉઠાવ્યું તે સમયે પોલીસ કર્મી ઘરે એકલો હતો. તેની પત્ની અને બાળકો એક લગ્ન સમારોહમાં ગયા હતા. એક વેબસાઈટના રિપોર્ટ મુજબ, આત્મહત્યા કરનાર પોલીસ કર્મચારીનું નામ પ્રભાકરણ છે. મૃતકના પરિવારજનોએ જણાવ્યું કે પ્રભાકરણને હંમેશા ભૂતનો ડર લાગતો હતો. કદાચ તેથી તેણે આપઘાત કર્યો છે.  પોલીસ કર્મીના દિલ અને મગજ પર ભૂતનો ડર એ રીતે હાવી થઇ ગયો હતો કે તેણે રાત્રે ગળે ફાંસો ખાઈને પોતાનો જીવ આપી દીધો. મૃતક પ્રભાકરણના પરિવારમાં તેની પત્ની અને બે બાળકો છે. આ ઘટના બાદ પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે.

15 દિવસની લીધી હતી રજા

પરિવારજનોનું કહેવુ છે કે પ્રભાકરણ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓથી ઝઝૂમી રહ્યો હતો. તેની સારવાર પણ ચાલી રહી હતી. પ્રભાકરણને અવાર-નવાર ખરાબ સપના આવતા હતા. જેના કારણે તે ખૂબ ડરી ગયો છે. છેલ્લાં કેટલાંક દિવસથી તેને એક સપનું વારંવાર આવી રહ્યુ હતુ. જેમાં તે એક બળી ગયેલી મહિલાનું ગળુ દબાવી રહ્યો છે. આ બિમારીથી છૂટકારો મેળવવા માટે તેણે જ્યોતિષિઓની મદદ પણ લીધી હતી. પ્રભાકરણે 15 દિવસની રજા લઇને પોતાને પૂજાના રૂમમાં બંધ કરી દીધો હતો.

પોલીસ તપાસ ચાલુ 

આ ઘટનાની સૂચના મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પ્રભાકરણના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલ્યો. અત્યારે પોલીસ તપાસ કરી રહી છે કે હકીકતમાં પ્રભાકરણે ભૂતથી ડરીને આત્મહત્યા કરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Ghost Policeman Policeman Suicide Suicide Policeman Suicide
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ