બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / અજબ ગજબ / Father sells land to make his son an IAS, after 7th attempt he cleared the upsc

એસ્પીરન્ટ / દીકરાને IAS બનાવવા માટે પિતાએ જમીન વેચી દીધી, 15 વર્ષે લક્ષ્ય હાંસલ કરીને જ ઘરે ગયો ઝનૂની યુવક

MayurN

Last Updated: 06:07 PM, 31 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવાદાના આલોક રંજને યુપીએસસી 2021માં 346મો રેન્ક મેળવીને જિલ્લાનું નામ રોશન કર્યું. આલોક છેલ્લા ઘણા વર્ષોથી યુપીએસસી ક્લિયર કરવાના ધૂનમાં ઘરે પણ આવ્યો નહતો. અભ્યાસ માટે તેના માતા-પિતાએ જમીન વેચી.

  • 15 વર્ષ સુધી ઘરની બહાર રહીને પાસ કરી યુપીએસસી 
  • ભણવા માટે પૈસા ઘટતાં જમીન વેચવી પડી 
  • માતા અને પિતા બંને સરકારી શિક્ષક 

યુપીએસસી પરિક્ષામાં મેળવ્યો 346 મો રેન્ક 
નવાદાના યુવક આલોક રંજને યુપીએસસી સિવિલ સર્વિસ 2021 પરિણામમાં 346 મો રેન્ક મેળવ્યો છે. તેને સાતમા પ્રયાસમાં આ સફળતા મળી. આલોકની યુપીએસસીમાં પસંદગીની જાણ થતાં જ તેના પરિવારમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. દીકરાની સફળતાની ખુશીમાં મીઠાઈ વહેંચવામાં આવી રહી છે. સાથે જ તેમના ઘરે ખુશીની લહેર છે. દીકરાની સફળતાથી માતા ભાવુક થઈ ગઈ અને તેની આંખોમાંથી ખુશીના આંસુ નીકળવા લાગ્યા.વાંચો: 

માતા પિતાથી 15 વર્ષ દુર રહ્યો  
"મારો દીકરો 15 વર્ષથી ઘરે આવ્યો નથી. તેણે જીદ હતી  કે જ્યાં સુધી યુપીએસસીમાં તેને સફળતા નહીં મળે ત્યાં સુધી તે ઘરના સભ્યોને પોતાનો ચહેરો નહીં બતાવે. આજે દીકરાએ અમારું સપનું સાકાર કર્યું છે. કોઈ પણ માતા-પિતા માટે આ સૌથી ખુશીનો દિવસ હોય છે." - નરેશ પ્રસાદ યાદવ, આલોક રંજનના પિતા

પૈસાની તંગીના કારણે જમીન વેચી 
આલોક રંજન રોહ પ્રખંડના ગોડિયારી ગામનો વતની છે. માતા સુશીલા દેવી અને પિતા નરેશ પ્રસાદ યાદવ બંને સરકારી શિક્ષક છે. પિતા નરેશ પ્રસાદ યાદવે જણાવ્યું કે દીકરાની મહેનત રંગ લાવી. તેમણે જણાવ્યું હતું કે, શિક્ષકની નોકરી બાદ પણ અભ્યાસ માટે પૈસાની તંગી હતી એટલે જમીન વેચીને હું આ મુકામે પહોંચ્યો છું. તેણે કહ્યું કે તે બાળપણથી જ તેજસ્વી હતો. આલોકની સફળતાથી આખા પરિવારે ગર્વથી છાતી પહોળી કરી દીધી.

સાતમાં પ્રયાસે મળી સફળતા 
આલોક રંજનનું પ્રાથમિક શિક્ષણ ગામની સરકારી શાળામાં જ થયું છે. 2007 માં નવાદાની જીવનદીપ પબ્લિક સ્કૂલમાંથી મેટ્રિક કર્યું હતું. ત્યાર બાદ તેઓ કોટા ગયા હતા, જ્યાંથી તેમણે ઇન્ટરમીડિયેટનો અભ્યાસ કર્યો હતો, ત્યારબાદ તેમણે ટ્રિપલ ઇથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો.આ પછી આલોકે 2015માં યુપીએસસીની તૈયારી શરૂ કરી હતી.સખત મહેનત બાદ આલોકને સાતમા પ્રયાસમાં સફળતા મળી હતી અને 346 રેન્ક મેળવીને જિલ્લાનું નામ રોશન કર્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ