બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / બિઝનેસ / Fastag old penalty Big Alert Fastag is old penalty may be imposed on toll plaza know road transport rule

તમારા કામનું / ગાડી પર Fastag લાગેલું હોય તો ખાસ વાંચજો ક્યાંક મોટી પેનલ્ટી ન લાગે, જાણી લો નવો નિયમ

Arohi

Last Updated: 06:44 PM, 30 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ministry of road transport દ્વારા  Fastagની  વેલિડિટી પાંચ વર્ષ નક્કી કરવામાં આવી છે.

  • ગાડી લઈને નિકળતા પહેલા આ ખાસ વાંચજો 
  • પાંચ વર્ષ સુધી માન્ય હોય છે ફાસ્ટેગ 
  • ફાસ્ટેગ માટે વેલિડિટી નક્કી કરવામાં આવી 

તમારી ગાડીમાં લગાવવામાં આવેલું ફાસ્ટેગ વધુ જુનુ થઈ ગયુ હોય તો સમય રહેતા તમે તેને બદલી દો. કારણ કે વધુ જુનુ ફાસ્ટેગ લાગેલા વાહનોથી જો તમે કોઈ ટોલ પ્લાઝામાં જાઓ છો તો તે માન્ય નથી રહેતું. ત્યાં તમને સુવિધા મળવાની જગ્યા પર પેનેલ્ટી આપવી પડી શકે છે. માટે જો તમે ગાડી લઈને ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ફાસ્ટેગની વેલિડિટી જરૂર તપાસી લો. 

માર્ગ પરિવહન મંત્રાલયે (Ministry of Road Transport) ફાસ્ટેગની એક વેલિડિટી નક્કી કરી છે. વેલિડિટી પુરી થયા બાદ ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ માન્ય નહીં રહે. પરંતુ તમારૂ વાહન ફાસ્ટેગ વગરનું માનવામાં આવશે અને તમારે બે ઘણો ટોલ ટેક્સ ચુકવવું પડી શકે છે. તેની સાથે જ ટોલ પ્લાઝામાં તમારો સમય પણ બરબાદ થઈ શકે છે. 

પાંચ વર્ષ સુધી માન્ય હોય છે ફાસ્ટેગ 
નેશનલ હાઈવે ઓથોરિટી ઈન્ડિયા (National Highway Authority of India Highway) અનુસાર ફાસ્ટેગની માન્યતા પાંચ વર્ષ રાખવામાં આવી છે. માર્ગ પરિવહન મંત્રાલયે ફાસ્ટેગની શરૂઆત વર્ષ 2016 નવેમ્બરથી કરી હતી. નવેમ્બરથી નવા વાહનોમાં ફાસ્ટેગ જરૂરી કરી દેવામાં આવ્યું હતું. એટલે કે 2016 નવેમ્બરથી શોરૂમમાંથી વેચાતી દરેક ગાડી પર કંપની દ્વારા ફાસ્ટેગ લગાવીને જ આપવામાં આવશે. ફાસ્ટેગથી પહેલું ટ્રાન્ઝેક્શન ડિસેમ્બરના પહેલા અઠવાડીયાથી શરૂ કરી દેવામાં આવ્યું  હતું. એટલે જો તમે નવેમ્બર 2016માં ગાડી ખરીદી છે તો બે દિવસ બાદ તમારી ગાડીમાં લાગેલો ફાસ્ટેગ પાંચ વર્ષ જુનો થઈ જશે અને તમારે તેને સમય રહેતા બદલવાનો રહેશે. 

હવે વાહન માલિકને શું કરવાનું રહેશે? 
વાહનમાં લાગેલા પાંચ વર્ષ જુના ફાસ્ટેગને હટાવી લેવું જોઈએ. પરંતુ જો તમારૂ ફાસ્ટેગ બેન્ક એકાઉન્ટ સાથે લિંક છે અથવા ફાસ્ટેગમાં રૂપિયા છે તો તમારે સંબંધિત બેન્કમાં જવાનું રહેશે. ત્યાં બીજુ ફાસ્ટેગ લગાવવાનું રહેશે. તેની સાથે જ જુના ફાસ્ટેગમાં બચેલા રૂપિયાને નવા ફાસ્ટેગમાં ટ્રાન્સફર કરવાના રહેશે અને જુના ફાસ્ટેગને નષ્ટ કરવાનું રહેશે. જેથી તેનો કોઈ મિસયુઝ ન થઈ શકે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ