બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / રાજકોટ / Farsan prices will not increase during the festival in Rajkot

હા મોજ ! / તહેવારોમાં રાજકોટની જનતાને ડબલ જલસો! ફરસાણમાં ભાવવધારા સામે મોટી રાહત, તંત્રએ લીધો મહત્વનો નિર્ણય

Khyati

Last Updated: 11:40 AM, 4 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં શ્રાવણ માસના તહેવારો દરમિયાન તંત્ર દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય, રાજકોટની જનતાને રાહતભાવે મળી રહેશે ફરસાણ

  • રાજકોટમાં જન્માષ્ટમીના તહેવારમાં ફરસાણના ભાવમાં રાહત
  •  11 દિવસ રાહતના ભાવે મળશે ફરસાણ
  • કલેક્ટર અને ફરસાણના વેપારીઓએ કરી હતી બેઠક

શ્રાવણ મહિનાની શરૂઆત એટલે તહેવારોની શરૂઆત.  ઉપવાસના દિવસોમાં  ફરસાણના વેપારીઓને તો ભારે કમાણી,, કારણ કે ઉપવાસમાં ફરાળી ખાવાની અસંખ્ય ફૂડ આઇટમ બજારમાં મળી રહી છે. પરંતુ આ વખતે  શ્રાવણ માસમાં ફરાળ કરવુ મોંઘુ પડશે કારણ કે મોંઘવારીને કારણે તમામ ખાદ્ય ચીજ વસ્તુઓના ભાવ વધતા વેપારીઓ પણ ફરસાણના ભાવમાં વધારો કરી રહ્યા છે.  પરંતુ રાજકોટની જનતા માટે એક રાહતના સમાચાર છે. 

રાજકોટમાં તહેવાર ટાણે ભાવ વધારો ફરસાણમાં નહીં

રાજકોટમાં શ્રાવણ માસમાં સાતમ-આઠમનું ખૂબ મહત્વ. લોકમેળાનુ આયોજન કરવામાં આવે અને હજારો-લાખોની સંખ્યામાં લોકો ક્યાંય ક્યાંયથી અહીં ઉમટી પડે.  ત્યારે આ વખતે રાજકોટવાસીઓ ફરાળી ચીજ વસ્તુઓને કારણે થોડા ફાયદામાં રહ્યા. કારણ કે તહેવારોમાં જે મિઠાઇ અને ફરસાણના ભાવ આસમાને પહોંચે છે, જે ભાવ વધારો થાય છે તે ભાવ વધારો રાજકોટ વાસીઓને નહીં લાગુ પડે. આ વર્ષે રાજકોટની જનતાને સસ્તા ભાવે ફરસાણ મળી રહેશે.

ફરસાણના ભાવ તહેવારો પુરતા ઘટાડ્યા 

રાજકોટના વેપારીઓ અને કલેક્ટર વચ્ચે બેઠક મળી હતી.  જેમાં તહેવારોમાં ફરસાણના ભાવ 15% નીચા રાખવા સહમતી બની છે. એક કિલો ગાંઠિયામાં રૂપિયા 40 અને ફરસાણમાં રૂપિયા 60નો ઘટાડો કરાયો છે. 10 ઓગસ્ટથી 21 ઓગસ્ટ સુધી આ ઘટાડો અમલી રહેશે. જેમાં સિંગતેલના ફરસાણના કિલોના 300 રૂપિયા નક્કી કરાયા છે, જ્યારે કપાસિયા તેલમાં બનેલા ફરસાણના કિલોના રૂપિયા 270 નક્કી કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પામતેલમાં બનેલા ફરસાણના કિલોના 220 રૂપિયા નક્કી કરાયા છે. ઉપરાંત સિંગતેલમાં ગરમ ગાંઠિયાના કિલોના રૂપિયા 380, કપાસિયા તેલમાં ગરમ ગાંઠીયા કિલોના રૂપિયા 340 અને પામતેલમાં ગરમ ગાંઠીયા કિલોના ભાવ રૂપિયા 300 નક્કી કરાયા છે.

શ્રાવણ માસની શરૂઆત થતા ફરાળના ભાવ ભડકે બળ્યા

ખાસ કરીને દૂધ, દહીં, લોટ જેવી ચીજ વસ્તુઓ પર 5 ટકા GST લગતા ભાવ વધ્યા છે. શ્રાવણ માસની શરૂઆત થતા ફરાળના ભાવ ભડકે બળ્યા છે. ફરાળના ભાવમાં 30થી 40 ટકાનો ભાવ વધારો થયો છે. મોરૈયો, કેળાની વેફર્સ, બફવડા અને અન્ય વસ્તુઓમાં ભાવ વધ્યા છે. તહેવારોમાં લોકો ફરાળી વસ્તુઓ ફ્રુટ લેવા માટે આવે છે. ઘરમાં રહેતા બાળકો અને વૃદ્ધો માટે ફળ લેવુ જરૂરી હોય છે અને ઉપવાસ કરનારા લોકો પણ ફળ અને ફરાળી વસ્તુઓ ખાય છે. ત્યારે આ વસ્તુઓ લેવા જતા લોકો મોંઘવારીના કારણે તોબા પોકારી ગયા છે. આ મોંઘવારીનો માર પડતા લોકોએ સરકાર સમક્ષ માગ કરી છે કે જરૂરી વસ્તુઓ પરથી GST હટાવીને ભાવ કાબૂમાં લાવવો જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ