બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Fake sunflower seeds given to farmers in Sabarkantha's Eder, big loss and season fails
Last Updated: 05:29 PM, 31 May 2022
ADVERTISEMENT
કેરળમાં સિઝનના પહેલા વરસાદે દસ્તક આપી દિધી છે. અને પખવાડિયામાં ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન થઈ જશે.ખેડૂતો માટે પાકની ખરી સીઝન, એવા ખરીફ પાકની વાવણી માટે તૈયારીઓ પણ શરૂ થઈ ચુકી છે. આવા સમયે રાજ્યના અનેક સ્થળોએથી નકલી બિયારણની ઝડપાયાની ઘટનાઓ સામે આવી છે. બિયારણ એટલે ખેતી માટેની મુખ્ય જરૂરીયાત. કદાચ એક વખત ખાતર અને પાણી ઓછુ મળે, તો ખેડૂતોને જેટલું નુકસાન ન થાય, તેનાથી અનેક ગણુ નુકસાન નકલી બિયારણના કારણે થાય છે.
સાબરકાંઠાના ખેડૂતોને સિઝન માથે પડી
આવું જ કઈંક બન્યું છે સાબરકાંઠામાં ઇડર વિસ્તારના ખેડૂતો સાથે.. મહામહેનતે ઊભો કરેલો સૂરજ મુખીના પાક પર ટ્રેક્ટર ફેરવી દેવાનો વારો આવ્યો છે. જેનું કારણ એક જ છે. નકલી શંકાસ્પદ બિયારણ..! ઇડર વિસ્તારના ખેડૂતોએ 425 એકરથી વધારે વિસ્તારમાં સુરજમુખીનું વાવેતર કર્યું હતું. તેણે પાઇ પાઇ ભેગી કરી ઊભા કરેલા નાણાને આ સુરજમુખીની ખેતીમાં રોક્યા હતા, પણ સુરજમુખીનો પાક નિષ્ફળ જતા આખાય 425 એકરથી વધારે જમીન પર ઊભા પાકમાં ટ્રેક્ટર ફેરવી દેવાની વિકટ ઘડી સામે આવી છે.વહીવટી તંત્ર અને બિયારણ આપનારી કંપનીએ હાથ ઉપર કરી લીધા છે.શંકાસ્પદ ભેળસેળીયા બિયારણના કારણે ખેડૂતો પાયમાલ છે.મોટાભાગના ખેડૂતોએ ખેતરમાં ઉભો પાક સળગાવ્યો છે તો અનેક ખેડૂતોએ સુરજમુખીના ઉભા પાકમાં ટ્રેક્ટર ફેરવી
ADVERTISEMENT
બિચારો બાપડો બની બેઠો જગતનો તાત
હાલ કડવી વાસ્તવિકતા એ છે કે બિયારણના માર્કેટ પર હાલમાં ખાનગી કંપનીઓનો કબજો થઈ ચુક્યો છે.અને મુશ્કેલી એ પણ છે કે ભળતા નામના અનેક બિયારણો માર્કેટમાં હોવાના કારણે ખેડૂતોને ગુણવત્તાનો ખ્યાલ નથી આવતો. પરિણામે વાવણી થઈ ગયા બાદ જ્યારે નકલી બિયારણ હોવાની જાણ થાય છે, ત્યારે ખેડૂત માટે આખી સીઝન ફેઈલ સાબિત થાય છે.
હમેશાની જેમ તંત્ર એક્શનમાં મોડું પડ્યું
તો બીજી તરફ રહી રહીને જાગેલા તંત્રએ સાબરકાંઠામાં નકલી અને શંકાસ્પદ બિયારણ મામલે આજે રેડ કરવામાં આવી કૃષિ વિભાગની છેલ્લા 3 દિવસમાં 150થી વધુ પેઢીમાં દરોડા પાડયા છે.સાબરકાંઠા જિલ્લામાં 47થી વધુ નમુના લેવાયા છે તેમજ 55થી વધુ પેઢીઓને નોટિસ ફટકારાઈ છે.સ્ટોક પત્રકમાં ખામી, લાયસન્સમા ઉમેરો ન કરવો સહિતની ખામીઓ જણાઈ આવી છે, શંકાસ્પદ બિયારણ અને જંતુનાશક દવાઓ ખાતરના નમુના લઇ સીઝની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે.સાબરકાંઠા જિલ્લો બિયારણ મામલે રાજ્યભરનું હબ છે. નકલી અને શંકાસ્પદ બિયારણથી જગતનો તાત ચિંતિત બન્યો છે.
VTV ગુજરાતીના સળગતા સવાલ
ત્યારે સવાલ એ થાય છે કે નકલી બિયારણના વ્યાપને રોકવા માટે સરકાર કેટલી ગંભીર છે? નકલી બિયારણને રોકવા માટે કાયદાકીય વ્યવસ્થા કેવી છે? કાયદામાં કેવી છટકબારી છે કે નકલી બિયારણના માફિયા પર સકંજો નથી આવી શકતો? અને સૌથી મોટો સવાલ બિયારણ અંગે શંકાઓ કેમ ઉભી થાય છે? નકલી બિયારણ મુદ્દે કાયદા કેમ નબળા પડે છે?
ખેડૂતો કઈ રીતે ઓળખશે નકલી છે કે અસલી બિયારણ
અનઅધિકૃત બિયારણ કે નકલી બિયારણ ઝડપાશે તો કડક કાર્યવાહી થશે
આગામી ખરીફ સીઝન માટે બિયારણ યોગ્ય ગુણવત્તાવાળું અને અધિકૃત બિયારણ ખેડૂતોને મળી રહે તે માટે ખેતીવાડી ખાતાના ગુણવત્તાતંત્ર દ્વારા કાર્યવાહી થઈ રહી છે. રાજ્યમાં ખેડૂતો અનઅધિકૃત બિયારણ કે નકલી બિયારણ વેચાણ ન થાય તે માટે કડક કાયદાકીય કાર્યવાહી કરવા સુચના આપી અમલવારી કરવા રાજ્ય સરકાર કટીબધ્ધ છે અને અધિકૃત પ્રકારનાં બિયારણોનું ઉત્પાદન, પ્રોસેસીંગ તથા વેચાણ કરવામાં આવતું હોવાની બાબત જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત એગ્રીકલ્ચર ઇન્સ્પેક્ટર અથવા જિલ્લાના વિસ્તરણ નાયબ ખેતી નિયામકને તુરંત જાણ કરવી તેવી માહિતી પણ ખેતી નિયામક દ્વારા આપવામાં આવી છે.
આ ચકાસણી કરવી જરૂરી
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
દેવ દર્શન / તાપીમાં મહાદેવજીનું પૌરાણિક દેવાલય, દ્રોણાચાર્યએ શિવલિંગની સ્થાપના કરી હોવાની લોકવાયકા
Dinesh Chaudhary
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.