બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / Ex-Congress leader Jayrajsinh Parmar to join BJP gandhinagar

ગાંધીનગર / કોંગ્રેસથી ખફા જયરાજસિંહ પરમારનાં છેવટે ‘કેસરિયાં’, CR પાટીલે પહેરાવ્યો ખેસ

Hiren

Last Updated: 06:01 PM, 22 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલની હાજરીમાં કોંગ્રેસના પૂર્વ નેતા જયરાજસિંહ પરમાર તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે.

  • કોંગ્રેસથી ખફા જયરાજસિંહ પરમારનાં છેવટે ‘કેસરિયાં’
  • સીઆર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
  • કોંગ્રેસ પક્ષે હારેલા ઘોડાઓ પર દાવ લગાવવાની પરંપરા જાળવી રાખીઃ જયરાજસિંહ

કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમારે ગયા ગુરુવારે તેમની પક્ષમાં થતી ઉપેક્ષાના કારણે ભારે ભગ્ન હૃદયે રાજીનામું ધરી દીધું હતું. કાર્યકર્તાઓને સંબોધીને લખાયેલા પત્રમાં તેમણે અનેક ગંભીર આક્ષેપો કરીને કોંગ્રેસની છાવણીમાં હલચલ મચાવી દીધી હતી. તે દિવસથી તેઓ ભાજપમાં જોડાશે તેવી અટકળો રાજકીય વર્તુળોમાં ઊઠતી હતી, જે સાચી પડી છે. આજે સવારે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ્ ખાતે કોંગ્રેસથી ખફા જયરાજસિંહે છેવટે 'કેસરિયાં' કર્યા છે.

આ દરમિયાન પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, ધારાસભ્ય રજની પટેલ, પ્રદીપસિંહ, વિનેદ ચાવડા, ગોરધન ઝડફિયા, જયંતી કવાડીયા, કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ સહિત પદાધિકારીઓ, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા.

પક્ષે હારેલા ઘોડાઓ પર દાવ લગાવવાની પરંપરા જાળવી રાખીઃ જયરાજસિંહ

જયરાજસિંહને વર્ષ ૨૦૦૭, ૨૦૧૨, ૨૦૧૭ અને ૨૦૧૯માં ખેરાલુની ટિકિટ અપાઈ નહોતી. જોકે પક્ષ તરફથી સમય સમય પર તેમને ટિકિટ અપાશે તેવું આશ્વાસન મળતું હતું. તેમણે કાર્યકરોને સંબોધીને લખેલા પત્રમાં પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યાનો ઉલ્લેખ કરવા ઉપરાંત પક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. પક્ષે હારેલા ઘોડાઓ પર દાવ લગાવવાની પરંપરા જાળવી રાખી છે, જે નેતાઓ પોતાની જમીન સાચવી નથી શકતા એમને જ જમીનદાર બનાવી દેવાનો ગંભીર આક્ષેપ કરનાર જયરાજસિંહ આજે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની હાજરીમાં ભાજપનો કેસરી ખેસ ધારણ કર્યો છે. સાથે તેમના સમર્થકો પણ ભાજપમાં જોડાયા છે.

ભાજપમાં જોડાતા પહેલા તેમણે દેવસ્થાનોના કર્યા દર્શન

તેમણે આજે સવારે પોતાના વતનમાં ઈષ્ટદેવ માંડવરાય દાદા તથા વિજાપુરના લાડોલ ગામમાં કુળદેવી હરસિદ્ધ માતાજીનાં દર્શન કર્યાં હતાં. ત્યાર બાદ તેમણે પરિવારમાં વડીલોના આશીર્વાદ લીધા હતા. પછી તેઓ પોતાના અમદાવાદના નિવાસસ્થાને જવા નીકળ્યા હતા અને ત્યાંથી સોલા ઓવરબ્રિજ પાસેના બહુચર માતાજીનાં મંદિરમાં દર્શન કરીને કમલમ્ પહોંચ્યા હતા. તેમણે અગાઉ ભાજપમાં જોડાવા અંગે ટ્વિટર પર જાહેરાત પણ કરી હતી. 

જયરાજસિંહ ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય સમાજનો ચહેરો

અત્રે ઉલ્લેખનીય છે કે તેઓ ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય સમાજનો ચહેરો ગણાય છે અને તેમની સાથેના સમર્થકોએ પણ કોંગ્રેસ સાથેનો છેડો ફાડ્યો છે. દરમિયાન, ભાજપની હાલત સરોગસી જેવી થઈ છે તેવી આકરી ટીકા કોંગ્રેસ દ્વારા કરાઈ છે. કોંગ્રેસના એક અગ્રણીએ એવું ટ્વિટ કર્યું છે કે ભાજપ જાતે નેતા પેદા નથી કરી શકતો એટલે તોડજોડની રાજનીતિ કરવી પડે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ