બ્રેકિંગ ન્યુઝ
VTV / everyone should know about the wedding insurance facility in India
Bhushita
Last Updated: 11:19 AM, 8 October 2019
ADVERTISEMENT
જાણો શું છે વેડિંગ ઇન્શ્યોરન્સ અને તે કઇ રીતે બનાવડાવી શકાય છે?
ભારતમાં લગ્ન જેવા અવસરે ખૂબ જ વધારે રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. મોંઘી જ્વેલરીની ખરીદવી એ એક રિસ્ક સમાન છે. લગ્નના અવસરે ક્યારેક કોઇ ઘટના બને તો તેને વાસ્તવિક રીતે લેવી નહીં. આવી ઘટનાઓથી તમને અને તમારા પરિવારને મોટું નુકસાન થઇ શકે છે. વેડિંગ ઇન્શ્યોરન્સ એટલે કે લગ્નનો વીમો તેમાંથી તેમને બચાવી શકે છે.
શા માટે છે તમને તેની જરૂર?
જીવનનો કોઇ ભરોસો નથી. તે અનિશ્ચિત છે અને વેડિંગ ઇન્શ્યોરન્સ તમને અનિષ્ચિતતાની વિરુદ્ધ કવર કરે છે. કોઇ પણ સંજોગોમાં તમારા લગ્ન રોકાઇ જાય છે તો તમારો ખર્ચ ડબલ થઇ જાય છે. એક યોગ્ય વીમા પોલિસીથી તમે એ દરેક રૂપિયો પાછો મેળવી શકો છો જે તમે ખોવ્યો છે.
ADVERTISEMENT
વીમો લેતી સમયે રાખો આ ચીજોનું ધ્યાન
તમે લગ્નનો વીમો લો છો તો તમે પોલિસીને ધ્યાનથી સમજી લો અને તેની મદદથી તમને શું મળે છે તે પણ જાણો. તમારા કેટરર કે વેડિંગ પ્લાનર પાસે વીમા કવરેજ છે તો તમે ફરી વીમા માટે ક્લેમ ન કરો તે ઇચ્છનીય છે. નક્કી કરો કે તમને કઇ વાતોમાં કવર મળી રહ્યો છે અને કઇ વાતમાં નહીં.
ક્યારે લેશો લગ્નની પોલિસી?
આમ તો લગ્નની પોલિસી લગ્નની ડેટ ફિક્સ થાય ત્યારે કે લગ્નના બે વર્ષ પહેલેથી લેવામાં આવે છે. પણ જો તમારા લગ્ન એક વર્ષમાં છે તો ચિંતાની વાત નથી. તમે રિસેપ્શન અને અન્ય ખર્ચ માટે ક્લેમ કરાવી શકો છો.
લગ્ન કેંસલ થશે તો પણ મળશે કવર
જો તમારા લગ્ન કોઇ એક્સીડન્ટ, આગ કે પ્રાકૃતિક મુસીબતના કારણે કેન્સલ થયા છે તો લગ્નની તારીખ આગળ વધે છે તો પણ તમારે ટેન્શન લેવાની જરૂર નથી. વેડિંગ ઇન્શ્યોરન્સ આ ખર્ચ તમને આપે છે.
ભારતમાં કોણ આપે છે વેડિંગ ઇન્શ્યોરન્સ?
ભારતમાં વેડિંગ ઇન્શ્યોરન્સ ખાસ કરીને એક નવો કોન્સેપ્ટ છે. ત્રણ એવી કંપનીઓ છે જ્યાં લગ્નનો વીમો આપવામાં આવે છે.
ભવિષ્ય જનરલ
ભવિષ્ય જનરલની વિવાહ સુરક્ષા યોજના ઇન્શ્યોરન્સ માટે ખાસ રીતે જાણીતી છે. જો કોઇ આકસ્મિક બીમારી અને ખરાબ હવામાનથી તમારા લગ્ન કેન્સલ થાય છે તો તમે ફરી લગ્ન કરવા ખર્ચ માંગી શકો છો.
એચડીએફસી એર્ગો
આ કંપની વેડિંગ ઇન્સ્યોરન્સની સુવિધા આપે છે. જ્યારે તમારા લગ્ન કોઇ પ્રાકૃતિક બાબત જેમકે પૂર, ભૂકંપને કારણે કેન્સલ થાય છે તો નુકસાનની ભરપાઇ વીમા કંપનીઓ કરે છે. આ સિવાય પતિ કે પત્નીનો એક્સીડન્ટ થાય કે લગ્ન સમયે ઘરમાં ચોરી થાય તો તે કવર પણ આ કંપની આપને આપે છે.
આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ
આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ અચાનક કેન્સલ થતા લગ્ન, એક્સીડન્ટ, પ્રોપર્ટીનું નુકસાન અને કાર્ડનું પ્રિન્ટિંગનો ખર્ચ, વેન્યૂ ખર્ચ, ડેકોરેશન, ફૂડ, સંગીત અને હોટલ તથા ટ્રાવેલિંગ બુકિંગ માટે વીમો આપે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.