બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Even in Ahmedabad, the shocking increase in corona cases, the big decision taken by the system, you need to know

ચિંતા / અમદાવાદમાં પણ કોરોના કેસમાં ચોંકાવનારો વધારો, તંત્રએ લીધો મોટો નિર્ણય, તમારે જાણવો જરૂરી

Priyakant

Last Updated: 05:30 PM, 7 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં વધતાં જતાં કોરોનાના કેસો ચિંતા ઊભી કરી રહ્યા છે. તેવામાં તંત્ર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે.

  • કોરોના વાયરસે રફતાર પકડી, આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું 
  • અમદાવાદમાં સંક્રમણને અટકાવવા કવાયત 
  • રેલવે સ્ટેશન, એરપોર્ટ અને બસ  સ્ટેન્ડ પાસે ટેસ્ટિંગ ડોમ ઊભા કરાશે 

અમદાવાદમાં ફરી એકવાર કોરોનાએ રફતાર પકડતા ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. શહેરમાં છેલ્લા 20 દિવસથી કોરોના કેસોમાં નોંધપાત્ર કેસો સામે આવતા હવે આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું છે. સરકારી આંકડા મુજબ હાલમાં અમદાવાદ શહેરમાં 2017 કોરોના કેસ એક્ટિવ છે.  તો વળી કોરોનાના 3 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ તરફ હવે ફરી એકવાર કોરોનાને ફેલાતો રોકવા માટે તંત્ર મક્કમ બન્યું હોય તેમ ટેસ્ટિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં રેલવે સ્ટેશન, એરપોર્ટ અને એસટી બસ  સ્ટેન્ડ પાસે જરૂર મુજબ ટેસ્ટિંગ ડોમ ઊભા કરવામાં આવશે. 

એક અઠવાડિયામાં કોરોના કેસો વધ્યાં 

કોરોના વાયરસનું સંક્રમણ રોકવા ફરી એકવાર તંત્ર કામે લાગ્યું છે. અમદાવાદમાં છેલ્લા એક અઠવાડિયામાં સતત કેસો વધી રહ્યા છે. સરકારી આંકડાઓ મુજબ 01 જુનના રોજ અમદાવાદ શહેરમાં 21 કેસ તો 28 દર્દી સાજા થયા હતા, 02 જૂન અમદાવાદ શહેરમાં 27 કેસ 13 દર્દી સાજા થયા,  03 જૂને અમદાવાદ શહેરમાં 26 કેસ તો સામે 15 દર્દી સાજા થયા,  04 જૂનના રોજ  અમદાવાદ શહેરમાં  26 કેસ તો સામે 18 દર્દી સાજા થયા અને 05 જૂનના રોજ અમદાવાદ શહેરમાં  31 કેસની સામે 25 દર્દી સાજા થયા. તો વળી ગઇકાલે 6 જૂનના દિવસે અમદાવાદ શહેરમાં  31 કેસ સામે આવ્યા તો 25 દર્દી સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. 

અમદાવાદમાં કોરોના સંક્રમણ રોકવા કવાયત 

ગતવર્ષે પણ કોરોનાકાળમાં સૌથી વધુ કેસો અમદાવાદ શહેરમાં નોંધાયા હતા. હવે ફરી એકવાર કોરોનાએ ધીરે ધીરે રફતાર પકડતા આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું છે. તંત્ર દ્વારા શહેરના રેલવે સ્ટેશન, એરપોર્ટ અને એસટી બસ  સ્ટેન્ડ પાસે જરૂર મુજબ ટેસ્ટિંગ ડોમ ઊભા કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે. 

ચોથી લહેરના ભણકારા ? 

રાજ્યમાં 7 મેના દિવસે  16 દિવસ બાદ એક દર્દીનું ખેડામાં મોત થયું હતું.  રાજ્યમાં 16મી એપ્રિલે 4 નવા કેસ નોંધાયા હતા. જે કોરોનાકાળના ઈતિહાસમાં 2 વર્ષ બાદ નોંધાયા હતો. રાજ્યમાં બીજી લહેરમાં સૌથી વધુ 14 હજાર 605 કેસ 30 એપ્રિલે નોઁધાયા હતા. ત્રીજી લહેરના સૌથી વધુ કેસ 17 જાન્યુઆરીએ 12753 કેસ નોંધાયા હતા. જે ત્રણ દિવસમાં 11732 કેસનો વધારો થઈને 20 જાન્યુઆરીએ અત્યાર સુધીના સૌથી વધુ એટલે કે 24485 કેસ નોંધાયા હતા. આમ ત્રણ દિવસમાં 12753 હજારથી વધીને 24485 કેસ થયા હતા. જ્યારે 10 દિવસમાં 24,485થી 15090નો ઘટાડો નોંધાઈને 9395 કેસ સુધી પહોંચી ગયો હતો.
 

સંકળાયેલા મુદ્દાઓ

VTV News ahemdabad ahemdabad corona coronavirus in Gujarat કોરોના વાયરસ ગુજરાત કોરોના Anxiety
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ