બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / Emergency call from zoo! When the police arrived on the run, the phone was in the hands of the 'monkey'

OMG / વાંદરાને એવી કેવી કટોકટી આવી પડી, કરી દીધો ઈમરજન્સી નંબર ડાયલ, ખરો ખેલ તો પછી થયો

Megha

Last Updated: 05:31 PM, 21 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોલીસે પોતે જ આ ઘટનાને સોશ્યલ મીડિયા પર શેર કરી હતી. એમને કહ્યું હતું કે એક વાંદરાને કારણે પ્રાણીસંગ્રહાલય સુધી પંહોચવું પડ્યું હતું.

  • બધા જાનવરોમાંથી સૌથી હોશિયાર અને જુગાડું જાનવર વાંદરા હોય
  • એક નાના વાંદરાની મસ્તી પોલીસ પર પણ ભારે પડી હતી. 
  • એક વાંદરાને કારણે પોલીસે પ્રાણીસંગ્રહાલય સુધી પંહોચવું પડ્યું હતું

વાંદરાઓને માણસોના પૂર્વજો કહેવામાં આવે છે. બધા જાનવરોમાંથી સૌથી હોશિયાર અને જુગાડું કોઈ જાનવર હોય તો તે વાંદરા હોય છે. આ જાનવરોની એક ખાસિયત એ હોય છે કે એ કોઈ પણ વસ્તુને ખૂબ ધ્યાનથી જુએ છે અને પછી તેને શીખવાની કોશિશ કરે છે. અને મોકો મળતાની સાથે જ તેને ટ્રાય કરે છે. આવો જ એક કિસ્સો હાલ સામે આવ્યો છે. અમેરિકાના પ્રાણીસંગ્રહાલયમાં રહેતા એક નાના વાંદરાની મસ્તી પોલીસ પર પણ ભારે પડી હતી. 

કેલિફોર્નિયા (California)માં પોલીસને પ્રાણીસંગ્રહાલયમાંથી એક ફોન આવ્યો પણ કોઈ વાતચીત થાય એ પહેલા ફોન કટ થઈ ગયો હતો. ત્યાંની પોલીસે પોતે જ આ ઘટનાને સોશ્યલ મીડિયા પર શેર કરી હતી. એમને કહ્યું હતું કે એક વાંદરાને કારણે પ્રાણીસંગ્રહાલય સુધી પંહોચવું પડ્યું હતું. રસપ્રદ વાત એ હતી કે વાંદરાએ ફોન લગાવીને કટ કરી નાખ્યો હતો અને તેને કારણે પોલીસ દોડતી પ્રાણીસંગ્રહાલય પંહોચી હતી. 

એક મીડિયા રિપોર્ટ અનુસાર આ ફોન વાંદરાએ રાત્રે કર્યો હતો. પોલીસનો નંબર ડાઈલ કરવામાં આવ્યો હતો પણ કોઈ વાતચીત થઈ નહતી. પોલીસ કશું બોલે એ પહેલા સામેથી કોલ કટ કરી નાખવામાં આવ્યો હતો. પ્રાણીસંગ્રહાલયમાંથી ફોન આવ્યો હતો એટલા માટે પોલીસ દોડતી ત્યાં પંહોચી હતી. પોલીસ જ્યારે ત્યાં પંહોચી ત્યારે કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં નહતો અને થોડા સમય પછી ખબર પડી કે આ મસ્તી વાંદરા દ્વારા કરવામાં આવી હતી. સાન લુઈસ ઓબિસ્પો કાઉન્ટી શેરિફ ઓફિસનું માનવું છે કે એક નાના વાંદરા એ ઇમરજન્સી નંબર ડાઈલ કરીને પોલીસને બોલાવી હતી. તેણે સોશિયલ મીડિયા પર તે વાંદરાની તસવીર અને સમગ્ર ઘટનાનો ઉલ્લેખ પણ કર્યો છે.

પ્રાણીસંગ્રહાલયમાં એક કેપ્યુચિન વાંદરાને ગોલ્ફ કોર્ટ પર છોડવામાં આવ્યો હતો, જ્યાંથી એ વાંદરાએ પ્રાણી સંગ્રહાલયનો સેલ ફોન ઉપાડ્યો હતો અને ફોન કર્યો હતો. સાથે જ પોલીસનું એમ પણ કહેવું છે કે “અમને કહેવામાં આવ્યું હતું કે કેપ્યુચિન વાંદરાઓ ખૂબ જ જીજ્ઞાશું હોય છે અને કંઈપણ પકડી લે છે અને બટન દબાવી દે છે. આ વખતે પણ તેણે એવું જ કર્યું, પરંતુ સાચો નંબર ડાઈલ કરી દીધો હતો. વાંદરાએ કોલ લગાવ્યા પછી પોલીસે કોલબેક પણ કર્યો હતો પણ કોઈ જવાબ ન મળતા પોલીસ ત્યાં પંહોચી હતી.' 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ