બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Politics / ed questions nawab malik in connection with money launderin case

BIG NEWS / મહારાષ્ટ્રના દિગ્ગજ નેતાને ED સવારે 5 વાગે ઘરેથી ઉપાડી ગઈ, દાઉદ ઈબ્રાહીમ સાથે જોડાયેલા છે તાર

Pravin

Last Updated: 11:48 AM, 23 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NCP નેતા નવાબ મલિકને બુધવારે સવારે 5 કલાક ઈડીની ટીમ પૂછપરછ માટે પોતાની સાથે લઈ ગઈ હતી. જેના પર એનસીપી સુપ્રીમો શરદ પવારે કેન્દ્ર સરકાર પર આકરાં પ્રહારો કર્યા હતા.

  • નવાબ મલિક સાથે ઈડી કરશે પૂછપરછ
  • NCP નેતાને પોતાની સાથે લઈ ગઈ ઈડી
  • શરદ પવાર લગાવ્યા આ ગંભીર આક્ષેપ

NCP નેતા નવાબ મલિકને બુધવારે સવારે 5 કલાક ઈડીની ટીમ પૂછપરછ માટે પોતાની સાથે લઈ ગઈ હતી. જેના પર એનસીપી સુપ્રીમો શરદ પવારે કેન્દ્ર સરકાર પર આકરાં પ્રહારો કર્યા હતા. પવારે કહ્યું હતું કે, નવાબ મલિક સતત કેન્દ્ર સરકાર અને ઈડી વિરુદ્ધ બોલતા આવ્યા છે. એટલા માટે તેમના પર કાર્યવાહી થઈ રહી છે. શરદ પવારે કહ્યું કે, સત્તાનો દુરપયોગ થઈ રહ્યો છે.

નવાબ મલિક સાથે પૂછપરછ 

પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, દાઉદ મામલે ઈડી જે ઈન્વેસ્ટિગેશન કરી રહ્યું છે, તેને લઈને નવાબ મલિક સાથે પૂછપરછ થઈ રહી છે. સૂત્રોનું માનીએ તો, નવાબ મલિકને ડિટેન અથવા અરેસ્ટ કરવામાં આવ્યા નથી, નવાબ મલિકને સમન્સ મોકલવામાં આવ્યું હતું.

દાઉદના ભાઈ સાથે પૂછપરછ

સૂત્રોએ જણાવ્યું છે કે, દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસકરના નિવેદનમાં ઈડીને કંઈક એવું મળ્યું, જે નવાબ મલિક તરફ ઈશારો કરે છે. જે બાદ મલિકને સમન્સ મોકલવામાં આવ્યું હતું. આ નિવેદન કોઈ જમીનના સોદા સંબંધિત બતાવાય છે. 

શું છે મામલો

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ દેશમાં હિંસા ફેલાવાની તૈયારી કરી રહ્યું છે અને તેના માટે તેણે એક સ્પેશિયલ યુનિટ પણ બનાવી રાખી છે, જેના માધ્યમથી તે દેશના કોઈ મોટા નેતા અથવા વેપારી પર જીવલેણ હુમલો કરવાની તૈયારી પણ કરી રહ્યા છે. આ જાણકારીના આધારે નેશનલ ઈન્વેસ્ટેીગેશન એજન્સીએ દાઉદ અને તેના નજીકના લોકો વિરુદ્ધ મામલો નોંધાવ્યો છે.  

હવે જ્યારે આટલું મોટું પ્લાનિંગ થઈ રહ્યું હતુ, તો તેના માટે ઘણાં બધાં રૂપિયા પણ જોઈએ, જે બાદ આ મામલે ઈડીએ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને તેના નજીકના સાથીઓ વિરુદ્ધ મની લોન્ડ્રીંગનો મામલો નોંધાવ્યો છે અને આ મામલે ઈડીએ દાઉદના ભાઈ ઈકબાલ કાસકરની ધરપકડ કર્યો છે. જે હાલમાં ઈડીની કસ્ટડીમાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ