બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / earn money with these 5 business know about it in details

આવક / પૈસાની તંગી હોય તો શરૂ કરો આ 5 કમાણી કરાવનારા બિઝનેસ, થશે રૂપિયાનો વરસાદ

Noor

Last Updated: 11:31 AM, 19 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પૈસાની તંગીથી પરેશાન છો અને કોઈ સારી કમાણી કરાવનાર બિઝનેસ કરવાનો પ્લાન કરી રહ્યાં છો તો આજે અમે તમને એવા 5 બિઝનેસ વિશે જણાવીશું, જેના દ્વારા તમે બંપર કમાણી કરી શકો છો અને ખાસ વાત એ છે કે, તેના માટે તમારે કોઈ ખાસ ટ્રેનિંગ લેવાની પણ જરૂર નહીં પડે. આ સિવાય આ તમામ બિઝનેસમાં સરકાર તરફથી તમને આર્થિક સહાય પણ મળશે, જેથી તમને બિઝનેસ શરૂ કરવામાં મદદ મળશે. તો ચાલો જાણીએ કયા છે આ શાનદાર બિઝનેસ.

  • પૈસાની તંગીથી પરેશાન લોકો માટે સારાં સમાચાર
  • આ 5 બિઝનેસ શરૂ કરીને કરી શકો છો લાખોની કમાણી
  • ઓછાં રોકાણમાં મોટી આવક આપશે આ બિઝનેસ

દૂધનો બિઝનેસ

આ મામલેમાં પહેલાં નંબરે દૂધનો બિઝનેસઆવે છે. તમને એક સારી ગાય 30 હજાર સુધીની કિંમતમાં અને એક ભેંસ 50-60 હજારમાં મળી શકે છે. તમે એક કે બે પશુઓની સાથે પોતાનો કારોબાર શરૂ કરી શકો છો. ધ્યાન રાખજો દૂધનો કારોબાર સુવર્ણ છે. તમે કંપનીઓ સાથે સીધો સંપર્ક કરી શકો છો કે પછી લોકલ સ્તર પર દૂધ વેચનારા લોકોનો પણ સંપર્ક સાધી શકો છો.

ફુલોની ખેતી

આજકાલ ફુલોની ડિમાન્ડ ઘણી વધી ગઈ છે. તમે ક્યાંય પણ લીઝ પર થોડી જમીન લઈને ફુલોની ખેતી કરી શકો છો. અનેક ઓનલાઇન વેબસાઇટ્સ સાથે સંપર્ક કરી તમે પોતાના ફુલ સીધા વેચી શકો છો. સૂરજમુખી, ગુલાબ, ગલગોટાની ખેતી ખૂબ ફાયદારૂપ છે.

વૃક્ષોથી પણ કરી શકો છો કમાણી

જો તમારી પાસે એક કે બે વીઘાની પણ જમીન છે તો તમે તેમાં શીશમ, સાગ જેવા ખાસ વૃક્ષો ઉગાડી શકો છો. વ્યવસ્થિત રીતે 8-10 વર્ષની ખેતી કર્યા પછી તે તમને કરોડપતિ બનાવી શકે છે. 40 હજારની કિંમતનું એક શીશમનું ઝાડ વેચાઈ જ જાય છે. સાગનું ઝાડ તેનાથી પણ વધારે મોંઘુ વેચાય છે.

મધનો બિઝનેસ

મધ મેળવવા માટે મધમાખીઓના પાલનનો બિઝનેસ વર્ષો જૂનો છે પરંતુ સમયની સાથે હવે તેણે પ્રોફેશનલ રૂપ લઈ લીધું છે. તમે એકથી દોઢ લાખમાં થોડા સાધનોની સાથે આ કામ શરૂ કરી શકો છો. હા તેના માટે આપને ટ્રેનિંગની જરૂર પડશે. પરંતુ આ કામ પણ તમને મોટો નફો આપશે.

શાકભાજીની ખેતી કરો 

પરંપરાગત રીતે ઘઉં-ચોખાની ખેતી કરવી દરેકના બસની વાત નથી. પરંતુ નાની જમીનના ટુકડામાં કે ઘેરાબંદી કરી શાકભાજીની ખેતી તમને માલામાલ કરી શકે છે. મરચું, કોબી, ટામેટાં જેવા શાકભાજી તમારું ખિસ્સું ભરી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Details business earn money Income
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ