બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / earn money with cutlery business government will help you and get more money

કમાણી / લાખોની કમાણી કરવી હોય તો શરૂ કરો આ બિઝનેસ, દરેક ઘરમાં છે ડિમાન્ડ, સરકાર પણ કરશે મદદ

Noor

Last Updated: 08:35 AM, 6 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે અમે તમને એક એવા બિઝનેસ વિશે જણાવી રહ્યાં છીએ, જેની ડિમાન્ડ દરેક ઘરમાં છે અને વધતી જ જાય છે. જો તમે આ કામ શરૂ કરી દેશો તો જોરદાર કમાણી કરી શકશો. ચાલો જાણીએ.

  • ઘર ઘરમાં ડિમાન્ડ છે આ વસ્તુઓની
  • આ બિઝનેસ કરશો તો થશે જોરદાર કમાણી
  • ઓછાં રોકાણ સાથે શરૂ કરો આ કામ

આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે ફક્ત 1.14 લાખ રૂપિયા ખર્ચ કરવા પડશે અને સૌથી મહત્વની વાત એ છે કે જો તમારી પાસે રોકડની અછત છે તો તમે આમાં કેન્દ્ર સરકારની મદદ પણ લઈ શકો છો. 

તમને જણાવી દઈએ કે અત્યારે દરેક ઘરમાં કટલરીની માંગ રહે છે. તેથી તમે આ વ્યવસાય શરૂ કરીને સારા પૈસા કમાવી શકો છો. આ વ્યવસાયમાં તમે કટલરીમાંથી હેન્ડ ટૂલ અને ખેતી કામમાં ઉપયોગમાં લેવામાં આવતા કેટલાક મહત્વપૂર્ણ સાધનો બનાવી શકો છો. સાથે જ તમે તેનો મોટા પાયે નિકાસ પણ કરી શકો છો. આમાં ઘરનાં ઉત્પાદનો સિવાય તમે અન્ય ટૂલ્સ પણ બનાવી શકો છો. આ બિઝનેસમાં તમે કટલરીથી હેન્ડ ટૂલ અને ખેતી કામમાં કામ લાગે એવા જરૂરી ટૂલ પણ બનાવી શકો છો. આ સિવાય ઘરોમાં આવા પ્રકારની કટલરીની ઘણી ડિમાંડ હોય છે. 

દર મહિને કેટલી આવક થશે

આ બિઝનેસ સેટઅપ માટે તમારે લગભગ 1.8 લાખ રૂપિયા ખર્ચ કરવા પડશે. તેના માટે તમારે વેલ્ડીંગ સેટ, બફિંગ મોટર, ડ્રિલિંગ મશીન, બેંચ ગ્રાઇન્ડર, હેન્ડ ડ્રિલિંગ, હેન્ડ ગ્રાઇન્ડર, બેંચ, પેનલ બોર્ડ અને અન્ય ટૂલ્સની જરૂર પડશે. આ સિવાય તમારે રો મટિરિયલ પર લગભગ 1.2 લાખ રૂપિયા ખર્ચ કરવા પડશે. સાથે જ કારીગરોને દર મહિને 30 હજાર સેલરી આપવી પડશે. 

લઈ શકો છો મુદ્રા લોન

તમારા કુલ ખર્ચમાંથી તમારી પાસેથી 1.14 લાખ રૂપિયા ખર્ચ કરવા પડશે. આ સિવાય બાકીના ખર્ચ માટે તમે સરકારની મદદ લઈ શકો છો. તમે સરકાર દ્વારા આપવામાં આવતી મુદ્રા લોન હેઠળ આ વ્યવસાય શરૂ કરી શકો છો.

બેંકમાંથી પણ લોન લઈ શકો છો

આ માટે તમે પ્રધાનમંત્રી યોજના અંતર્ગત કોઈપણ બેંકમાં અરજી કરી શકો છો. આ માટે તમારે એક ફોર્મ ભરવું પડશે, જેમાં નામ, સરનામું, વ્યવસાયનું સરનામું, શિક્ષણ, વર્તમાન આવક અને કેટલી લોન જોઈએ તેની વિગતો ભરવી પડશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Help business earn money Income
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ