બ્રેકિંગ ન્યુઝ
Noor
Last Updated: 09:21 AM, 30 September 2021
ADVERTISEMENT
ખેતી આજના સમયમાં ઓછાં પૈસા લગાવી મોટી કમાણી કરવાનું સારું ઓપ્શન છે. તમને જણાવી દઈએ કે, તુલસીની ખેતી કરવા માટે તમારે બહુ ઓછું રોકાણ કરવું પડશે અને કોઈપણ તેની ખેતી કરી શકે છે. તેના માટે મોટા ખેતરો કે બહુ વધારે ઈન્વેસ્ટમેન્ટ કરવાની પણ જરૂર નથી.
ADVERTISEMENT
આ વસ્તુઓની પણ કરી શકો છો ખેતી
તુલસી, આર્ટિમિસિયા એનુઆ, જેઠીમધ, એલોવેરા વગેરે જેવા મોટા ભાગના હર્બલ છોડ ખૂબ ઓછાં સમયમાં તૈયાર થઈ જાય છે. આમાંથી કેટલાક છોડ નાના પોટમાં પણ ઉગાડી શકાય છે. તેની ખેતી શરૂ કરવા માટે તમારે માત્ર થોડાં હજાર રૂપિયા ખર્ચવાની જરૂર છે, પરંતુ કમાણી લાખોમાં છે. આ દિવસોમાં દેશમાં આવી ઘણી દવાની કંપનીઓ છે જે પાક ખરીદવા માટે કોન્ટ્રાક્ટ કરે છે, જે તમારી કમાણીને સુનિશ્ચિત કરે છે.
3 મહિનામાં થશે 3 લાખની કમાણી
મેડિસિનલ ગુણો ધરાવતી તુલસીની ખેતી કરીને તેમાંથી કમાણી કરી શકાય છે. તુલસીના અનેક પ્રકાર છે. તુલસીમાં યૂઝીનોલ અને મિથાઇલ સિનામેટ હોય છે. આના ઉપયોગથી અનેક ગંભીર બીમારીઓ માટે દવા તૈયાર કરવામાં આવે છે. 1 હેક્ટરમાં તુલસી ઉગાડવા માટે માત્ર 15 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. માત્ર 15 હજાર રૂપિયા લગાવીને તમે 3 મહિના બાદ 3 લાખની કમાણી કરી શકો છો. માર્કેટમાં રહેલી અનેક આયુર્વેદિક કંપનીઓ જેવી કે ડાબર, વૈદ્યનાથ, પતંજલિ લગેરે કોન્ટ્રાક્ટ પર તુલસીની ખેતી કરાવે છે.
ડિમાન્ડમાં થયો વધારો
કોરોના મહામારી બાદ લોકો આયુર્વેદિક અને નેચરલ દવાઓ તરફ આકર્ષિત થયા છે. જેથી તેની ડિમાન્ડ પણ ખૂબ વધી છે. હાલના સમયમાં બજારમાં આવી ઔષધીઓની માંગ વધી ગઈ છે. એવામાં તુલસીની ખેતી કરવી તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સાથે જ તમારે આ કામ કરવા માટે વધુ પૈસાની પણ જરૂર નહી પડે. તમે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા પણ બિઝનેસ શરૂ કરી શકો છો.
ટ્રેનિંગ જરૂરી છે
ઔષધીય પ્લાન્ટની ખેતી માટે તાલીમ લેવી જરૂરી છે જેથી ભવિષ્યમાં તમે છેતરાશો નહીં. લખનઉ સ્થિત સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિસિનલ એન્ડ એરોમેટિક પ્લાન્ટ (CIMAP) આ છોડની ખેતી માટે તાલીમ આપે છે. CIMAP દ્વારા દવાની કંપનીઓ તમારી સાથે કરાર પણ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.