બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Politics / DUE TO PARLAMENT DISRUPTION 216 CRORES RUPEES WASTED IN INDIA

રાજકારણ / સંસદમાં હોબાળાના કારણે પ્રજાના કામ તો અટક્યાં પણ એટલા રૂપિયાનું નુકસાન થયું કે આંકડો સાંભળીને અક્કલ કામ નહીં કરે

Mayur

Last Updated: 02:17 PM, 12 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં ચોમાસું સ્તર દરમિયાન સંસદની કાર્યવાહી યોગ્ય રીતે ચાલી શકી ન્હોતી. જેના પરિણામે દેશના નાગરિકોને બે અબજ રૂપિયા જેટલું નુકસાન ગયું હતું.

 

  • વિપક્ષે હોબાળો મચાવતાં સંસદની કાર્યવાહી યોગ્ય રીતે ચાલી શકી ન્હોતી
  • પ્રતિ મિનિટ 2.5 લાખના ખર્ચે કાર્યવાહી
  • 2 અબજ 16 કરોડ 40 લાખ રૂપિયાનો દુરુપિયોગ

પેગાસસ, કૃષિ બિલ, ઈંધણના ભાવ વગેરે મુદ્દે સરકારને ઘેરી રહેલા વિપક્ષે હોબાળો મચાવતાં સંસદની કાર્યવાહી યોગ્ય રીતે ચાલી શકી ન્હોતી. જેના કારણે સામાન્ય જનતાના કામ અટક્યાં હતા અને સાથે સાથે કરોડો રૂપિયાનું નુકસાન ગયું હતું. 

2.16 અબજ કરોડ રૂપિયા પાણીમાં

સંસદના ચોમાસું સત્રમાં લોકસભા અને રાજ્યસભા દરમિયાન 2.16 અબજ કરોડ રૂપિયા પાણીમાં ગયા હતા. સરકારે આ જ સત્રમાં જાણકારી આપી હતી કે નવી સંસદ બનાવવાનો ખર્ચ 971 કરોડ રૂપિયા છે. 

પીઆરએસ લેજીસ્લેટિવ રિસર્ચના આંકડા મુજબ મોન્સુન સેશનમાં સંસદની ઉત્પાદકતા છેલ્લા બે દાયકાની સૌથી વધારે હતી. સંસદનાં નીચેલ ગૃહ લોકસભાની પ્રોડક્ટિવિટી માત્ર 22% અને રાજ્યસભાની પ્રોડક્ટિવિટી 29% રહી હતી. 
લોકસભા 19 દિવસ સુધી પ્રતિ દિવસ છ કલાકના દરે ચાલવી જોઈતી હતી પરંતુ પેગાસસ મામલે હોબાળાના પગલે કુલ મળીને માત્ર 21 કલાક જ કામકાજ થઈ શક્યું હતું. રાજ્યસભામાં 28 કલાક કામ ચાલી શક્યું હતું. 

પીઆરએસ લેજીસ્લેટિવ રિસર્ચ અનુસાર ચોમાસું સત્રમાં લોકસભા અને રાજ્યસભામાં 19 દિવસ ક્રમશ: 114 કલાક અને 112 કલાક કામ થવું જોઈતું હતું પરંતુ બંને સદનનું કામકાજ બે દિવસ અગાઉ એટલે 17 દિવસ અગાઉ પૂરું કરી દેવામાં આવ્યું હતું. આ રીતે લોકસભામાં 96 કલાકમાંથી 21 કલાક અને રાજ્યસભામાં 97.30 કલાક માંથી 28 કલાક જેટલું જ કામ થઈ શક્યું હતું.   

પ્રતિ મિનિટ 2.5 લાખના ખર્ચે કાર્યવાહી
બંને સદનમાં મળીને 2954 મિનિટ જેટલું જ કામ થઈ શક્યું હતું. સંસદમાં પ્રતિ મિનિટ 2.5 લાખના ખર્ચે કાર્યવાહી થાય છે. સંસદની કાર્યવાહી હોબાળાના કારણે વારંવાર અટકાવવી પડી હતી જેના કારણે કુલ 144 કલાક 16 મિનિટ જેટલો સમય બરબાદ થઈ ગયો હતો. જેના કારણે આખરે 2 અબજ 16 કરોડ 40 લાખ રૂપિયાનો દુરુપિયોગ થયો હતો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ