ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Do Worship Of God Shiva Every Evening In Shravan

પૂજા-અર્ચના / શ્રાવણમાં દરરોજ સાંજે કરો આ નાનકડો ઉપાય, મળશે અઢળક ધન-સંપત્તિ

Published By: vtvAdmin

Last Updated: 12:01 PM, 3 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રાવણ માસને ભગવાન ભોળેનાથનો પ્રિય મહિનો માનવામાં આવે છે. એવી માન્યતા છે કે જો આ મહિનામાં શ્રદ્ઘાની સાથે ભગવાન શિવની પૂજા-અર્ચના કરવા માટે આવે તો ચોક્કસથી મનોકામના પૂર્ણ થાય છે.

ADVERTISEMENT

તમામ દેવી-દેવતાઓની સરખામણીમાં ભગવાન શંકરને સૌથી કોમળ હૃદયના માનવામાં આવે છે. જેમને પ્રસન્ન કરવા માટે કોઇ વધુ વિધિ-વિધાન કરવાની જરૂર પડતી નથી. પરંતુ શાસ્ત્રોમાં શિવજીના આશીર્વાદ અને મનોકામના પૂર્ણ કરવા માટે કેટલાક ઉપાયો બતાવવામાં આવ્યા છે જેના અંગે અમે તમને જણાવીશું... 

કહેવાય છે કે, જો શ્રાવણ મહિનામાં આ ઉપાયો કરવામાં આવે તો ખૂબ જ જલ્દી ફળ પ્રાપ્ત થાય છે અને ધન-સંપત્તિ પ્રાપ્ત કરી શકો છો.

- ધર્મગ્રથો અનુસાર, રાવણ રાક્ષસ હોવા છતાં શિવજીનો મોટો ભક્ત હતો અને તેમને પ્રસન્ન કરીને તે વધારે શક્તિશાળી બન્યો હતો અને કુબેર બનાવેલી લંકા પણ મેળવી હતી. કુબેરે પણ શિવજીને પ્રસન્ન કરીને ધનપાલની પદવી મેળવી હતી. 

- શાસ્ત્રો અનુસાર, શ્રાવણ મહિનામાં દરરોજ સાંજે નિયમિત રૂપે આ ઉપાય કરવામાં આવે તો તમે પણ કુબરની જેમ ધનના સ્વામી બની શકો છો... જી હા, શિવપુરાણ અનુસાર, કોઇપણ વ્યકિત નિયમિત રૂપે સાંજે શિવ મંદિરે જઇને શિવલિંગ પાસે માટીના દીવામાં ઘીનો દીવો પ્રગટાવવે તો તેના જીવનમાં ક્યારેય મુશ્કેલી નહી આવે. 

- દરરોજ સાંજે ભગવાન શંકરના મંદિરે જઇને પૂજા કરવાથી આર્થિકથી લઇને સામાજિક સંકટ દૂર થાય છે. પરંતુ જો શ્રાવણ મહિનામાં આ કાર્ય આખો મહિનો કરવામાં આવે તો અઢળક સંપત્તિ મળે છે અને કુબેરની જેમ ધનના સ્વામી બની જાય છે.

- જોકે ખાસ ધ્યાન રાખવુ કે મંદિરમાં પ્રવેશ કરતા સમયે જ  મનમાં શિવના પંચાક્ષરી મંત્ર “ॐ નમઃ શિવાય'' નો જાપ કરતા રહો અને મંદિરમાંથી નીકળતા સમયે પણ કરો. આ સિવાય જ્યારે શિવલિંગ પર પાણી ચડાવવો ત્યારે “ॐ નમઃ સિવાય” તથા “ॐ ગમપતયે નમઃ”નો જાપ કરતા રહો. 

- આ સિવાય તમે ઘરે પણ શિવજીની પૂજા કરી શકો છો. આ માટે સૌથી પહેલા માટીથી શિવ, પાર્વતી અને ગણેશજીની પ્રતિમા બનાવો. આ પછી 16 ધતૂરા, 16 સફેદ ફૂલ અને 16 પ્રકારની કે 16 માળાની સાથે પૂરી વિધિથી ભગવાન શિવજીની પૂજા કરો. 

સંકળાયેલા મુદ્દાઓ

Dharm Lord Shiva શ્રાવણ મહિનો Pooja-Archana

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ