Tuesday, May 21, 2019

વિવાદ / સ્મૃતિ ઇરાની બોલ્યાંઃ ગમે તેટલું અપમાન કરી લો મારું, પરંતુ...

સ્મૃતિ ઇરાની બોલ્યાંઃ ગમે તેટલું અપમાન કરી લો મારું, પરંતુ...

અમેઠીઃ યૂપીનાં અમેઠીથી બીજેપી ઉમેદવાર સ્મૃતિ ઇરાનીનાં ડિગ્રી વિવાદ પર કોંગ્રેસનાં હુમલા બાદ કેન્દ્રીય મંત્રીએ કોંગ્રેસ પર પલટવાર કર્યો છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે, કોંગ્રેસ ભલે મને કેટલીયે અપમાનિત કેમ ના કરે પરંતુ મને તે રોકી નહીં શકે. તેઓએ જણાવ્યું કે, મારી પર હુમલો કરવો એ તેમનો અધિકાર છે, કોંગ્રેસ ભલે ચાહે ગમે તે કરી લે પરંતુ તેઓ મને નહીં રોકી શકે.'
સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે, 'તેઓ ગમે તેટલું અપમાન કરે, મને એટલી તાકાત મળશે કે હું તેમની સામે લડું.' તેઓએ જણાવ્યું કે હું કોંગ્રેસ પાર્ટીનાં નામદાર વિરૂદ્ધ લડી રહું છું જેથી તેઓથી આ બધું જોઇ નથી શકાતું.

તમને જણાવી દઇએ કે સ્મૃતિ ઇરાનીનાં નામાંકન પત્રમાં તેમની ડિગ્રી વિશે વાત કરીને કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેજીએ ઇરાની પર આકરા પ્રહાર કર્યા છે. તેઓએ સ્મૃતિની હિટ ટીવી સિરિયલ 'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી'ને ધ્યાને રાખીને ઇરાનીની ડિગ્રી પર કટાક્ષ કર્યો છે.
 
એક પ્રેસ કોન્ફરન્સમાં સંબોધિત કરતા પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે, 'એક નવી સિરિયલ આવવા જઇ રહી છે.- "ક્યોંકિ મંત્રી ભી ગ્રેજ્યુએટ થી.' આની ઓપનિંગ લાઇન હશે કે, 'ક્વોલિફિકેશન્સ કે રૂપ ભી બદલતે હૈં, નયે-નયે સાંચે મેં ઢલતે હૈં, એક ડિગ્રી આતી હૈ, એક ડિગ્રી જાતી હૈં, બનતે નયે એફિડેવિટ હૈં.' તેઓએ કહ્યું કે, સ્મૃતિ ઇરાનીએ પોતાની ક્વોલિફિકેશનને લઇને એક ચીજ કાયમ કરી છે કે કેવી રીતે ગ્રેજ્યુએટથી 12મી ક્લાસનાં લોકો થઇ જાય છે, તે મોદી સરકાર દ્વારા જ શક્ય છે. 
Smriti Irani Priyanka Chaturvedi congress degree
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ