Do Holi Pooja With This Vaidik Way to avoid Disease on Holi 2020
ધર્મ /
વૈદિક હોળીમાં પધરાવાય છે આ ખાસ ચીજો, બીમારી દૂર કરવામાં ઉપયોગી છે આ પદ્ધતિ
Team VTV02:45 PM, 05 Mar 20
| Updated: 04:18 PM, 05 Mar 20
હોળી આવે ત્યારે વૈદિક હોળીનું પણ ખાસ મહત્વ જોવા મળે છે. આ હોળીમાં ખાસ પ્રકારના મંત્રોચ્ચારની સાથે પૂજા કરવામાં આવે છે. વૈદિક હોળી માટે માહિતી આપતાં ગોતીર્થ વિદ્યાપીઠના આચાર્ય કલ્પેશ જોશી જણાવે છે કે વૈદિક હોળીમાં કઈ સામગ્રીનું ખાસ મહત્વ હોય છે. તમામ પ્રકારના વાયરસ અને કફને દૂર કરવા માટે પ્રગટાવાય છે હોળી. આ સાથે ગરમી અને ઠંડીની મિશ્ર સિઝન હોવાથી સંધિકાળની સીઝનમાં બીમારીની સંભાવના વધે છે. તેને દૂર કરવા વૈદિક હોળીનું મહત્વ વધારે રહે છે.
વૈદિક હોળી બિમારીમાંથી અપાવે છે રાહત
વૈદિક હોળીમાં આ ચીજોનો કરી લો ઉપાય
મંત્રોચ્ચારની સાથે આ સામગ્રીનો ઉપયોગ કરી પૂજા કરાય છે
આ ખાસ રીતે તૈયાર કરાય છે હોળી
માટીમાં ખાડો કરીને ઘઉં, ચણા અને પાણી માટલીમાં ભરાય છે. અને તેની પર છાણા ગોઠવવામાં આવે છે. પછી આ છાણાને પ્રગટાવીને હોળી કરવામાં આવે છે. આ રીતે તૈયાર કરાયેલી હોળી અને તેમાં ઉમેરાયેલી ઘીવાળી સામગ્રીમાંથી વાતાવરણમાંના વાયરસ નાશ પામે છે.
બીમારીમાંથી રાહત અપાવે છે આ વિશેષ પૂજા
વૈદિક હોળીમાં જે હવન કરવામાં આવે છે તેમાં ઘઉંની નવી ફસલ, લીલા ચણા, મસૂર, મગ, અડદ, તલ, 10-10 ગ્રામ પ્રમાણમાં મિક્સ કરો. ધાનના ખાણ 50 ગ્રામ, ખાંડ અથવા બુરુ કે ગોળ 50 ગ્રામ મિક્સ કરો. તેનો અર્થ એ છે કે જે રવિ પાક આવ્યો છે. તેનો સૌથી પહેલો અધિકાર દેવતાઓનો હોય છે. દેવતાઓને પહેલો ભાગ આપવો. આ વૈદિક સંસ્કૃતિનું પાલન કરવા જેવું છે.
હોળી પ્રગટાવવી
વૈદિક હોળી શાસ્ત્રોક્ત રીતે કરવાના ફાયદા છે. સુગંધિત પદાર્થ ગાયનું ઘી, કેસર, જાયફળ, જાવંત્રી, લવિંગ, એલચી, તમાલપત્ર, તજ, સૂકામેવા, સૂકું નારિયેળ, ગૂગળ, ચંદન ધૂપ ઉપરોક્ત હવન સામગ્રી અને વિશેષ સામગ્રીમાં લખેલો પદાર્થ શક્ય તેટલા પ્રમાણમાં ઉમેરો, આ વસ્તુઓથી વાતાવરણ શુદ્ધ થાય છે. લાકડામાં ફક્ત આંબા, પીપળો, પલાશ, વડનો ઉપયોગ કરવામાં આવે છે. આ રીતનું ધ્યાન રાખવું. કપૂરનો પ્રયોગ પણ આગ પ્રગટાવવા માટે કરવામાં આવે છે.
દાન અને પુણ્ય
હોળીના અવસરે વેદોનો પ્રચાર કરનારા પુરોહિત, આચાર્ય, વિદ્વાન, સંન્યાસી અને ગુરુકુળ, ગૌશાળા, અનાથાલયની મદદ કરવું શુભ માનવામાં આવે છે. આ સાથે ગૌશાળામાં પણ દાન કરવામાં આવે છે. આ દાન શુભ માનવામાં આવે છે.