બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / diwali ambani temple open more time to devotee

મહત્વના સમાચાર / દિવાળીમાં અંબાજી મંદિરે દર્શન કરવા જવાનું વિચારો છો, તો તમારા માટે છે ખુશખબર

Divyesh

Last Updated: 09:30 AM, 13 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં હાલ દિવાળીના તહેવારને લઇને ચારેતરફ ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ દિવાળીના તહેવારને લઇને અંબાજી મંદિરના દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. માઇ મંદિરના દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા હાલ તહેવારોના દિવસોમાં ભક્તો રાત્રે 11 વાગ્યા સુધી મંદિરમાં દર્શન કરી શકશે.

  • દિવાળીમાં અંબાજી મંદિરમાં દર્શનના સમયમાં વધારો કરાયો
  • રાત્રે 11 વાગ્યા સુધી ભક્તો મંદિરમાં દર્શન કરી શકશે
  • ભક્તો માટે 32 હજાર કિલોગ્રામ પ્રસાદ બનાવવામાં આવશે

દિવાળીના તહેવારને ધ્યાનમાં લઇને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભક્તોને સરળતા રહે તે માટે રાત્રે 11 વાગ્યા સુધી મંદિરમાં દર્શન કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 

આગામી દિવાળીના તહેવારમાં અંબાજી મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા પહોંચે છે. ત્યારે હાલ રાજ્યમાં કોરોના વાયરસની મહામારીને નજરમાં રાખતા ટ્રસ્ટ દ્વારા મંદિરના દર્શનના સમયમાં વધારો કરાયો છે. 

આ સાથે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે 32 હજાર કિલોગ્રામ પ્રસાદ બનાવવામાં આવશે તેવી પણ માહિતી આપી છે. આ સાથે અંબાજી મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તોના વાહનો માટે નિઃશુલ્ક વાહન પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

અંબાજી મંદિરમાં દર્શન માટે સરકારના કોવિડ-19 નિયમોનું પાલન કરવામાં આવશે તેમ પણ જણાવાયું છે. ભક્તોને મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પ્રવેશ આપવામાં આવશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Ambaji Temple Diwali devotees અંબાજી મંદિર દિવાળી ભક્તો Ambaji
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ