Dispute between BJP and Congress over meeting place in Ahmedabad
વિવાદ /
DyCM નીતિન પટેલની સભા પહેલા આ મુદ્દા પર BJP-કોંગ્રેસ વચ્ચે તકરાર, પોલીસે મામલો થાળે પાડ્યો
Team VTV11:33 AM, 18 Feb 21
| Updated: 11:57 AM, 18 Feb 21
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વચ્ચે ભાજપ અને કોંગ્રેસની વચ્ચે અમદાવાદમાં તકરારના સમાચાર સામે આવ્યા હતા.
ભાજપ-કોંગ્રેસ વચ્ચે તકરાર
પોલીસે બન્ને પક્ષને પાડ્યા શાંત
ભાજપનો સ્ટેજ કરાયો દૂર
સભા સ્થળને લઇ ભાજપ-કોંગ્રેસ વચ્ચે તકરાર
અમદાવાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો આમને સામને આવી ગયા છે. ભાજપ અને કોંગ્રેસ બંને પોતાની જીતનો દાવો કરી રહ્યા છે અને શહેરોમાં પ્રચાર અંતિમ ચરણોમાં છે ત્યારે અમદાવાદમાં ભાજપ અને કોંગ્રેસ સભા કરવાને લઈને સામ સામે આવી ગયા હતા.
પોલીસે આખરે બન્ને પક્ષને પાડ્યા શાંત
અમદાવાદમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સભા સ્થળને લઈને તકરાર થઈ હતી. અમદાવાદના હીરાવાડી વિસ્ટામાં સભાને લઈને નેતાઓ સામ સામે આવી ગયા હતા જોકે બાદમાં પોલીસે દરમિયાનગિરિ કરીને મામલો થાળે પાડ્યો છે.
DyCM નીતિન પટેલની આગેવાનીમાં યોજાશે સભા
હિરવાડી વિસ્તારમાં ભાજપ દ્વારા ઊભો કરી દેવામાં આવેલા સ્ટેજને રાતોરાત દૂર કરી દેવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા અગાઉ જ સભા માટે મંજૂરી મેળવી લેવામાં આવી હતી અને તે જ સ્થળ પર ભાજપ દ્વારા સભાનો દાવો કરવામાં આવ્યો હતો. હીરાવાડી વિસ્તારમાં હવે કોંગ્રેસ સભા કરશે અને ભાજપની સભાને મંદિરથી દૂર મંજૂરી આપવામાં આવી છે. નોંધનીય છે કે આ સભા રાજ્યના નાયબ મુખ્યમંત્રીની આગેવાનીમાં થવાની છે અને આ સભા થાય તે પહેલા જ અમદાવાદમાં મોડી રાત્રે મોટો વિવાદ સામે આવ્યો હતો.