બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / Dhoni's eyes got wet after lifting Jadeja, fans cried after seeing this scene
Priyakant
Last Updated: 12:13 PM, 30 May 2023
ADVERTISEMENT
સોમવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 ની ફાઈનલ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 5 વિકેટથી હરાવીને 5મી વખત IPL ટાઇટલ જીત્યું. પીળી જર્સીવાળી ટીમના ઓલરાઉન્ડર સામે રવિન્દ્ર જાડેજાએ મેચની અંતિમ ક્ષણોમાં જબરદસ્ત બેટિંગ કરીને પોતાની ટીમની જીતમાં મોટી ભૂમિકા ભજવી હતી. આ દરમિયાન જ્યારે રવિન્દ્ર જાડેજા ધોની પાસે ગયા તો ધોનીએ તેમણે ગળે લગાવ્યા બાદ માહીની આંખોમાં હરખના આંસુ જોવા મળ્યા હતા.
ADVERTISEMENT
મેચ જીત્યા બાદ CSKના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ખુશીથી રવીન્દ્ર જાડેજાને પોતાના ખોળામાં ઊંચક્યો અને તેમની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. IPLના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવેલો આ વીડિયો હવે સમગ્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ધોનીની દીકરી ઝીવા પણ તેને ગળે લગાવે છે અને સાક્ષી ધોની પણ પાછળ ઉભેલી જોવા મળે છે. આ સાથે માહી સ્ટેડિયમમાં હાજર પ્રશંસકોનો આભાર માનતો પણ જોવા મળે છે.
We are not crying, you are 🥹
— IndianPremierLeague (@IPL) May 30, 2023
The Legend continues to grow 🫡#TATAIPL | #Final | #CSKvGT | @msdhoni | @ChennaiIPL pic.twitter.com/650x9lr2vH
મેચની વાત કરીએ તો ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ગુજરાત ટાઇટન્સની ટીમ જાણે આ નિર્ણયની રાહ જોઈ રહી હતી અને પ્રથમ બેટિંગ કરતાં તેણે નિર્ધારિત 20 ઓવરમાં સ્કોરબોર્ડ પર 214 રન બનાવ્યા હતા. CSKનો દાવ વરસાદને કારણે પ્રભાવિત થયો હતો અને તેમને ડકવર્થ-લુઈસ પદ્ધતિ દ્વારા 15 ઓવરમાં 171 રનનો સુધારેલ લક્ષ્ય આપવામાં આવ્યો હતો, જે તેમણે રુતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવે અને ત્યારબાદ રવિન્દ્ર જાડેજાની કરિશ્માઈ બેટિંગ દ્વારા પ્રથમ બોલના છેલ્લા બોલ પર હાંસલ કર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.