Team VTV04:18 PM, 07 Dec 22
| Updated: 04:35 PM, 07 Dec 22
લોક સાહિત્યકાર દેવાયત ખવડ ફરી વિવાદમાં; ખવડે એક વ્યક્તિ પર કર્યો જાહેરમાં હુમલો, હુમલામાં યુવકને હાથ અને પગમાં ગંભીર ઈજા પહોંચી
લોક સાહિત્યકાર દેવાયત ખવડ ફરી વિવાદમાં
દેવાયત ખવડે એક વ્યક્તિ પર કર્યો જાહેરમાં હુમલો
હુમલામાં યુવકને હાથ અને પગમાં ગંભીર ઈજા
રાજકોટમાં લોક સાહિત્યકાર દેવાયત ખવડ ફરી વિવાદમાં આવ્યા છે. દેવાયત ખવડે એક વ્યક્તિ પર જાહેરમાં હુમલો કર્યો છે. હુમલામાં યુવકને હાથ અને પગમાં ગંભીર ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્ત યુવકે દેવાયત ખવડે પર ગંભીર આરોપ લગાવ્યો છે. સર્વેશ્વર એપાર્ટમેન્ટ નજીક યુવક પર હુમલો કરાયો છે. પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. જુઓ વીડિયો...
વિવાદમાં ઘેરાયેલા રહે છે દેવાયત ખવડ
આપને જણાવી દઈએ કે, દેવાયત ખવડ અનેક વાર અવનવા વિવાદમાં ઘેરાયેલા રહે છે, આ પહેલીવાર નથી બન્યું કે તેઓ વિવાદમાં આવ્યાં છે પરંતુ પહેલા શાબ્દિક પ્રહાર જ કરતા હતા અને અત્યારે ખુલ્લેઆમ દાદાગરી કરતા નજરે ચડ્યા છે. આ પહેલા પણ રાજપૂત અને આહિર સમાજની લાગણી દુભાયાની બે ઘટનામાં ખાવડ પર ગુસ્સો હતો. જે બાદ તેમણે માફી માગતો વીડિયો પણ જાહેર કર્યો હતો. ઘણા સમય પહેલા પણ ટિકટોક સ્ટાર કિર્તી પટેલ અને ખવડ વચ્ચે સોશિયલ મીડિયાનો જંગ દરેક ગુજરાતી સોશિયલ મીડિયા યુઝર સુધી પહોંચ્યો હતો. ત્યારે પણ બેફામ વાણીવિલાસ થયો હતો.