Destructive earthquake is about to come in Turkey see they knew in advance
OMG /
VIDEO: તુર્કીમાં ભૂકંપ પહેલા અજીબ હરકત કરતાં દેખાયા પક્ષીઓ, આનંદ મહિન્દ્રાએ કહ્યું-વોર્નિંગ સમજી ના શક્યા
Team VTV07:58 PM, 07 Feb 23
| Updated: 08:04 PM, 07 Feb 23
તુર્કીની મદદ માટે ભારત સરકાર સ્પેશિયલ ટીમ મોકલી રહી છે. ટ્રેન્ડ ડોગ સ્ક્વોડ અને જરૂરી ઉપકરણોની સાથે 100 કર્મીઓ વાળી NDRFની બે ટીમો શોધ અને બચાવ કાર્ય માટે રવાના થઈ ગઈ છે.
તુર્કીમાં ભૂકંપ પહેલાનો વીડિયો વાયરલ
ઘરની ઉપરથી ઉડી રહ્યા હતા ગભરાયેલા પક્ષીઓ
આનંદ મહિંદ્રાએ વીડિયો શેર કરી કહી આ વાત
તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશકારી ભૂકંપમાં 4000થી વધારે લોકોના મોત થઈ ચુક્યા છે. આ આંકડો સતત વધી રહ્યો છે. 2000થી વધારે બિલ્ડિંગ ધરાશાયી થઈ ચુકી છે. તુર્કીની મદદ માટે ભારતમાંથી NDRFની ટીમો રવાના થઈ ચુકી છે. એવામાં ભૂકંપના થોડા સમય પહેલાનો એક વીડિયો સામે આવ્યો છે.
આકાશમાં આમ તેમ ફરતા જોવા મળ્યા પક્ષિઓ
જી હાં, તુર્કીમાં આવેલા ભૂકંપના થોડા સમય પહેલા જ પક્ષીઓ આકાશમાં ગભરાઈને આમતેમ ઉડી રહ્યા હતા. વીડિયો પર ધ્યાન આપીએ તો તેમની બૂમો સ્પષ્ટ સંભળાઈ રહી છે. હકીકતે પક્ષિઓ-કૂતરાઓ, સાપો અને વૃદ્ધોને ભૂકંપ જેવી આપત્તિનો અણસાર પહેલા જ આવી જાય છે.
અફસોસ કે તે સમયે લોકો સુઈ રહ્યા હતા. કોઈ કંઈ સમજી શકે તે પહેલા દુર્ગટના ઘટી ગઈ. થોડા વર્ષો પહેલા સાંપ અને અજગરો પર કરવામાં આવેલી સ્ટડીમાં જાણકારી મળી કે ભૂકંપ પહેલા તે વિસ્તાર છોડી ચુક્યા હતા.
ગ્રેટર નોએડામાં ભૂકંપ પહેલા ભસવા લાગ્યા હતા કૂતરા
જ્યારે ગ્રેટર નોએડામાં ભૂકંપ આવ્યો હતો તે પહેલા કૂતરા ભસવા લાગ્યા હતા. તેવી જ રીતે તુર્કીનો આ વીડિયો પણ ઘણુ બધુ કહી રહ્યો છે. 45 સેકન્ડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ શેર કરવામાં આવી રહ્યો છે.
આઈએફએસ અધિકારી પ્રવીણ કાસવાને લખ્યું કે તે પ્રકૃતિનું અર્લી વોર્નિંગ સિસ્ટમ છે. આપણે તેનો ઉપયોગ કરવાનો નથી જાણતા.
Nature’s alarm system. We are not sufficiently tuned in to nature to hear it… https://t.co/jzjkQxCxsR
ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ વીડિયો શેર કરી કહી આ વાત
ભારતના ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પણ પક્ષીઓનો આ વીડિયો શેર કર્યો છે. તેમણે લખ્યું, "પ્રકૃતિનું એલાર્મ સિસ્ટમ આપણે તેને સાંભળવા અને સમજવા માટે યોગ્ય રીતે પ્રકૃતિ સાથે કનેક્ટ નથી થઈ શક્યા."