બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Politics / Demand of supporters for Priyanka Gandhi CM in Punjab

રાજકારણ / કોંગ્રેસમાં ભારે ઘમાસાણ વચ્ચે પ્રિયંકા ગાંધીને CM બનાવવા માંગ, જુઓ અત્યારે કોનું નામ ચાલી રહ્યું છે આગળ

Ronak

Last Updated: 02:47 PM, 19 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબમાં કેપ્ટન અમરિંદરે સિંહે રાજીનામું આપ્યા બાદ અહીયા રાજકારણમાં ઘમી ઉથલ પથલ જોવા મળી રહી છે. ત્યારે સમર્થકો દ્વારા પ્રિયંકા ગાંધી મુખ્યમંત્રી બને તેવી માંગ કરવામાં આવી રહી છે.

  • પંજાબમાં પ્રિયંકા ગાંધી CM બને તેવી સમર્થકોની માગ 
  • હાલ સુનીલ જાખડનું CM પદે નામ સૌથી આગળ 
  • મુખ્યમંત્રી સહિત 2 નાયબ મુખ્યમંત્રી રાખવામાં આવશે 

પંજાબમાં કેપ્ટન અમરિંદર સિંહે રાજીનામુ આપ્યું ત્યારબાદથી પંજાબમાં હડકંપ મચેલો છે. નવા મુખ્યમંત્રીની રેસમાં ઘણા લોકોના નામ સામે આવી રહ્યા છે. અંબિકા સોનને મુખ્યમંત્રી બનવાની ઓફસ કોંગ્રેસે આપી હતી. પરંતુ તેણે તે ઓફર નકારી દીધી. ત્યારે આવા સમયે કોંગ્રેસના સમર્થકો પ્રિયંકા ગાંધીને મુખ્યમંત્રી બનવા માટે અપીલ કરી રહ્યા છે. 

પ્રિયંકા ગાંધી મુખ્યમંત્રી બને તેવી માગ 

કોંગ્રેસના નેતા ગુરસિમરન સિંહ મંડ દ્વારા ટ્વીટ કરીને એવું કહેવામાં આવ્યું કે જો કરોઈ મહિલાને મુખ્યમંત્રી બનાવાની વાત ચાલી રહી છે. તો પ્રિયંકા ગાધી એક માત્ર સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. સાથેજ તેણે કહ્યું કે જો પ્રિયંકા ગાંધી જો મુખ્યમંત્રી બનશે તો પંજાબ કોંગ્રેસના જે હલચલ ચાલી રહી છે. તે પણ સમાપ્ત થઈ જશે. 

બે નાયબ મુખ્યમંત્રી બનશે તેવી શક્યતા 

બીજી તરફ સૂત્રો દ્વારા એવી માહિતી પણ સામે આવી છે કે પંજાબમાં મુખ્યમંત્રીની સાથે બે નાયબ મુખ્યમંત્રીની પણ પસંદગી કરવામાં આવી શકે છે. જે મામલે પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ પણ બેઠકો કરી રહ્યા છે. 

સુનીલ જાખડનું CM પદે સૌથી આગળ નામ 

સૂત્રો દ્વારા એવી પણ માહિતી સામે આવી છે કે પંજાબમાં મુખ્યમંત્રી પદ માટે કોંગ્રેસમાં ઈન્ટરનલ વોટિંગ થઈ છે. જેમા સુનીલ જાખડને સૌથી વધારે વોટ મળ્યા છે. જ્યારે સુખવિંદર સિંહ રંઘાવા બીજા નંબરે આવે છે અને ત્રીજા નંબરે પરનીત કૌર આવે છે. આ માહિતી સામે આવ્યા બાદ સુનીલ જાખડના આવાસ સ્થાને લોકો ફુલો લઈને પહોચી રહ્યા છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ