બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Delhi reports 521 new Covid cases in last 24 hours

ચોથી લહેરના ભણકારા / 'કિસ્મતની નહીં કોરોનાની ગાડી ચાલી ટોપ ગિયરમાં', મોટા બે શહેરોમાં જબરજસ્ત નવા કેસ, માંડવિયાએ કરી મોટી અપીલ

Hiralal

Last Updated: 10:11 PM, 4 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સહિત દિલ્હી અને મહારાષ્ટ્રમાં કોરોના કેસમાં જબરજસ્ત ઉછાળો આવ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં દિલ્હી-મહારાષ્ટ્રમાં કોરોનાના 1250 નવા કેસ નોંધાયા છે.

  • દેશમાં કોરોનાનો કોપ વધ્યો
  • ચોથી લહેર શરુ થઈ હોવાના એંધાણ
  • દિલ્હી-મુંબઈમાં આજે નોંધાયા રેકોર્ડબ્રેક કેસ
  • દિલ્હીમાં 521 નવા કેસ
  • મહારાષ્ટ્રમાં 711 કેસ  

દેશભરમાં કોરોનાના કેસોમાં અચાનક વધારો થયો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ઉપરાંત મુંબઈ અને અન્ય રાજ્યોમાં પણ કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં કોવિડના કેસોમાં 186 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે, જે ચિંતાજનક છે. જણાવી દઈએ કે મહારાષ્ટ્ર રાજ્યમાં 711 નવા કેસ સામે આવ્યા છે અને છેલ્લા 24 કલાકમાં 4 દર્દીઓના મોત થયા છે. આ પહેલા સોમવારે રાજ્યમાં કોરોનાના 248 કેસ મળ્યા હતા. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના કેસોની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 521 નવા કેસ સામે આવ્યા છે. દિલ્હીમાં પોઝિટિવિટી રેટ 15.64 ટકા નોંધાયો છે. સાથે જ છેલ્લા 24 કલાકમાં 1 મોત થયું છે. 

દેશમાં કોરોના વિસ્ફોટ, 1 દિવસમાં 3,038 નવા કેસ
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19ના 3,038 નવા કેસ નોંધાયા છે. પોઝિટિવિટી રેટમાં મોટો ઉછાળ જોવા મળી રહ્યો છે. દેશમાં હાલમાં કોરોનાના 21,000 થી વધુ એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી દેશમાં 9 લોકોના મોત થયા છે. કોરોનાના કારણે પંજાબમાં 2 મોત, ઉત્તરાખંડમાં 1, મહારાષ્ટ્રમાં 1, જમ્મુમાં 1 અને દિલ્હીમાં 2 લોકોના મોત થયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે અપડેટ કરેલા આંકડા પ્રમાણે કોરોના કેસની કુલ સંખ્યા 4.47 કરોડ પર પહોંચી ગઈ છે.   

છત્તીસગઢમાં પણ કોરોનાના કેસ વધ્યા
છત્તીસગઢમાં છેલ્લા 24 કલાકમાં 48 લોકો પોઝિટિવ મળ્યા છે અને એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં પોઝિટિવિટી રેટ 1.4 ટકા નોંધાયો છે. કોરોનાના આ કેસ 92 જિલ્લામાંથી માત્ર 33 જિલ્લામાં નોંધાયા છે અને રાજ્યના કુલ 8 જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસ છે.

ગર્લ્સ હોસ્ટેલમાં કોરોનાના કેસ
સોમવારે છત્તીસગઢમાં એક ગર્લ્સ હોસ્ટેલમાં કોરોના વિસ્ફોટ થયો હતો. ત્યાં એક સાથે 19 સંક્રમિત દર્દીઓ મળી આવ્યા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે ગર્લ્સ હોસ્ટેલ સિટીમાં એક સાથે 11 છોકરીઓ કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે બાકીના વિદ્યાર્થીઓનું પરીક્ષણ કરવામાં આવ્યું, ત્યારે વધુ 8 ચેપગ્રસ્ત મળી આવ્યા હતા, જેનાથી કુલ આંકડો 19 પર પહોંચી ગયો છે. તમામ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં જ ક્વોરન્ટાઈન સેન્ટર બનાવીને આઇસોલેટ કરવામાં આવ્યા છે. 

સતર્ક રહેજો પણ ચિંતા ન કરતા- માંડવિયા 
કેન્દ્રીય આરોગ્ય મંત્રી માંડવિયાએ કહ્યું કે, આપણે સતર્ક રહેવાની જરૂર છે પરંતુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હાલમાં દેશમાં ફેલાય રહેલા ઓમિક્રોનના સબ વેરિએન્ટના સંક્રમણની સંખ્યા વધી છે પરંતુ હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની સંખ્યામાં વધારો નથી નોંધાયો. માંડવિયાએ કહ્યું કે, કોરોના વાયરસ સતત મ્યૂટેટ થતો રહે છે અને ભારતમાં અત્યાર સુધીમાં તેના 214 વેરિએન્ટ મળી આવ્યા છે. તેમણે કહ્યું કે, આઈસીયુ બેડ, ઓક્સિજન સપ્લાય અને અન્ય મહત્વપૂર્ણ પગલાની વ્યવસ્થા કરવામાં આવી છે. માંડવિયાએ કહ્યું કે, દર અઠવાડિયે જરૂરી તબીબી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવે છે. ભવિષ્યમાં કોરોના કેવી પરિસ્થિતિ ઉભી કરશે તેની આગાહી કરવી અશક્ય છે. પરંતુ હાલમાં કોવિડ-19 કેસમાં તેજીનું કારણ બનેલા સબ વેરિએન્ટ એટલા ખતરનાક નથી કે જેનાથી કોઈ તબાહીની આશંકા હોય. 

સંકળાયેલા મુદ્દાઓ

Mansukh Mandaviya corona india corona india news india corona corona india news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ