શરૂઆત / 169 દિવસ બાદ આજથી દિલ્હીમાં ફરીથી શરૂ થઈ મેટ્રો, યાત્રા માટે આ નિયમોનું પાલન છે જરૂરી

delhi metro ready to resume its services after 169 days

કોરોના મહામારીના કારણે દિલ્હીમાં છેલ્લા 169 દિવસથી મેટ્રો સેવા બંધ છે. સોમવારે એટલે કે 7 સપ્ટેમ્બરથી આજથી દિલ્હીમાં ફરી એક વાર મેટ્રો સેવાની શરૂઆત થવા જઈ રહી છે. જો કે આ શરૂઆત ફક્ત યલો લાઈન (સમયપુર બાદલીથી હુડા સીટી સેન્ટર) પર શરૂ કરાશે. 5 દિવસ બાદ એટલે કે 12 સપ્ટેમ્બરથી અન્ય રૂટ પર પણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને મેટ્રો સેવા ઓપરેટ કરાશે. મેટ્રો પરિસરમાં મુસાફરી કરવા માટે દરેક લોકો માટે સોશ્યલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને હેન્ડ સેનેટાઈઝેશન જેવી પ્રક્રિયાઓને ધ્યાનમાં રખાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ