દિલ્હી / એવેન્જર્સની મદદથી અરવિંદ કેજરીવાલે કર્યું એવું કામ કે ચૂંટણીમાં બધા પાછળ રહી જશે

delhi cm kejariwal and aap aam aadmi party  tweets after delhi election announcement refers to avengers

ઈલેક્શન કમિશને દિલ્હી વિધાનસભાની તારીખોનું એલાન કરી દીધું છે. દિલ્હીમાં એક સાથે બધી જ 70 વિધાનસભા બેઠકો પર 8મી ફેબ્રુઆરીએ મતદાન થશે અને 11મીએ તેનું પરિણામ આવશે. પાછલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી 70માંથી 67 બેઠકો પર વિજયી રહી હતી. જ્યારે ભાજપનાં હાથમાં માત્ર 3 જ સીટ આવી હતી. અરવિંદ કેજરીવાલ અને તેમની પાર્ટી ચૂંટણીમાં લોકોને આકર્ષવા માટે નવા નવા પ્રયોગો કરી રહી છે. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ પહેલેથી જ એક લોકપ્રિય મુખ્યમંત્રી છે ત્યારે તેમના આ કામથી યુવાનોમાં ક્રેઝ જોવા મળી રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ