બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Death threat to Dhirendra Shastri of Bageshwar Dham

BIG BREAKING / 13માંની તૈયારી કરી લો...: અજાણ્યા નંબર પરથી ધીરેન્દ્ર શાસ્ત્રીને અપાઇ જાનથી મારી નાખવાની ધમકી, FIR દાખલ

Priyakant

Last Updated: 10:58 AM, 24 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના પિતરાઈ ભાઈ લોકેશ ગર્ગના મોબાઈલ નંબર પર ધમકીભર્યો કોલ આવ્યો, ધીરેન્દ્રના તેરમાની તૈયારી કરો તેવું કહી ફોન કાપી દીધો

  • બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને જાનથી મારી નાખવાની ધમકી
  • પિતરાઈ ભાઈ લોકેશ ગર્ગના મોબાઈલ નંબર પર ધમકીભર્યો કોલ આવ્યો 
  • અજાણ્યા વ્યક્તિએ ધીરેન્દ્રના તેરમાની તૈયારી કરો તેવું કહી ફોન કાપી દીધો

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી હાલમાં ચર્ચામાં છે. જોકે હાલ વિવાદો વચ્ચે બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના રહેવાસી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના પિતરાઈ ભાઈ લોકેશ ગર્ગના મોબાઈલ નંબર પર ધમકીભર્યો કોલ આવ્યો હતો. પોલીસે આ મામલે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

ફાઇલ તસવીર 

મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના બમિથા પોલીસ સ્ટેશન વિસ્તારના ગડા ગામમાં રહેતો લોકેશ ગર્ગ (27 વર્ષ) બાગેશ્વર ધામ પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના પિતરાઈ ભાઈ છે. ગયા રવિવારે રાત્રે 9:15 વાગ્યે એક અજાણ્યો કોલ આવ્યો. મળતાં જ સામા છેડેથી વ્યક્તિએ ધીરેન્દ્ર સાથે વાત કરવાનું કહ્યું. 

ફાઇલ તસવીર 

તમે ધીરેન્દ્રના તેરમાંની તૈયારી કરો: અજાણ્યો વ્યક્તિ 
રવિવારે રાત્રે આવેલા ફોનમાં અજાણ્યા વ્યક્તિએ ધીરેન્દ્ર સાથે વાત કરવાનું કહ્યું. લોકેશ ગર્ગે કહ્યું કોણ ધીરેન્દ્ર? તો ફોન કરનારે કહ્યું કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી.જેના જવાબમાં લોકેશે કહ્યું કે અમે તેમના સુધી પહોંચી શકતા નથી. વાત કરવી સહેલી નથી. આ સાંભળીને બીજી બાજુના વ્યક્તિએ કહ્યું કે મારું નામ અમર સિંહ છે. તમે ધીરેન્દ્રના તેરમાની તૈયારી કરો અને ફોન ડિસ્કનેક્ટ કર્યો.

પોલીસ તપાસ શરૂ
બાગેશ્વર ધામ પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ પોલીસ એક્શનમાં આવી છે. ફરિયાદીની ફરિયાદ પર બમિથા પોલીસ સ્ટેશને કલમ 506 અને 507 હેઠળ એફઆઈઆર નોંધી છે અને મામલાની તપાસ શરૂ કરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Bageshwar Dham ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ધીરેન્દ્ર શાસ્ત્રી ધીરેન્દ્ર શાસ્ત્રીને ધમકી બાગેશ્વર ધામ બાગેશ્વર ધામ સરકાર લોકેશ ગર્ગ Bageshwar Dham
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ