બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ભારત / વિશ્વ / Death Of Indian Origin Family In US Ruled As Murder-Suicide After Autopsy

અમેરિકામાં હત્યા / USમાં ભારતવંશી અબજોપતિએ કેમ કરી જવાન દીકરી-પત્નીની હત્યા? આપઘાત પણ કર્યો, ખુલ્યું રહસ્ય

Hiralal

Last Updated: 10:26 PM, 4 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં ભારતવંશી અબજોપતિ રાકેશ કમલે તેમની જવાન દીકરી અને પત્નીની કેમ હત્યા કરી તેનું કારણ સામે આવ્યું છે.

  • અમેરિકાના ભારતવંશી અબજોપતિ રાકેશ કમલે કેમ કરી દીકરી-પત્નીની હત્યા
  • રાકેશ કમલ અને પત્ની ટીના વચ્ચે ઘરમાં થતાં હતા ખૂબ ઝગડા
  • દીકરી એરિઆના પણ પિતાની વિરૃદ્ધમાં માતાને આપતી હતી સાથ

ધનકૂબેરોને પણ ક્યાં સુખ-શાંતિ હોય છે તેઓ કેટલા દુખમાં હોય છે અને દુખમાં ને દુખમાં ક્યારેક ભયાનક કરી બેસતાં હોય છે. અમેરિકામાં એક ભારતવંશીએ પણ મોટો કાંડ કરી નાખ્યો છે. આ ધનપતિએ પોતાની દીકરી અને પત્નીની ગનથી હત્યા કરી નાખી અને પછી પોતે આપઘાત કરી લીધો હતો. 

શું હતું કારણ 
રાકેશ કમલ પાસે પૈસા-ટકાની કોઈ ખોટ નહોતી તેમનો બિઝનેસ પણ સારો ચાલતો હતો તો પછી એકાએક એવું તે શું બન્યું કે તેમણે આવી રીતે મરવું પડ્યું અને ઘરનાની પણ હત્યા કરી. પોલીસ તપાસમાં એવો ખુલાસો થયો છે કે ઘરમાં થતા અવારનવાર ઝગડાને કારણે રાકેશે આવું પગલું ભર્યું હતું. પત્ની અને દીકરી બન્ને રાકેશ કમલને તંગ કરતાં હોવાનું પણ સામે આવ્યું છે. ઘરેલુ ઝગડાથી કંટાળીને તેમણે પોતાના હાથે જ પરિવારનો ઘાત કરી નાખ્યો. રાકેશ કમલનો Massachusettsમાં મોટો બિઝનેસ છે અને તેમની એક મોટી હવેલી પણ છે. તેઓ અમેરિકામાં જાણીતા વ્યક્તિ હતા. 

રાકેશ કમલે કરી પત્ની અને દીકરીની હત્યા 
અમેરિકાના Massachusettsમાં ભારતીયોના મોતની એક મોટી ઘટના બની છે. મૂળ ભારતના અને હાલમાં Massachusettsમાં રહેતા રાકેશ કમલ નામના અબજોપતિએ પોતાની પત્ની ટીના કમલ અને એરિઆનાની ગનથી હત્યા કર્યાં બાદ આપઘાત કરી લેતા ચકચાર મચી હતી. 

28 ડિસેમ્બરે મેસેચ્યુસેટ્સના ડોવરમાં ત્રણેયની લાશ મળી હતી 
28 ડિસેમ્બર, 2023 ના રોજ મેસેચ્યુસેટ્સના ડોવરમાં 50 લાખ ડોલરની હવેલીમાં 57 વર્ષીય રાકેશ કમલ, તેમની પત્ની ટીના કમલ, અને તેમની કોલેજ જતી પુત્રી એરિયાના કમલની લાશ મળી આવી હતી. 

રાકેશ કમલ પાસે ગન મળી
પોલીસને રાકેશ કમલની ડેડબોડી પાસે એક ગન મળી આવી છે. ટીના અને એરિઆનાની ડેડબોડી પર ગોળી વાગવાના નિશાન છે એટલે રાકેશ કમલે તેનાથી હત્યા પર હોવાનું ફલિત થાય છે. આ કેસમાં બહારના કોઈની સંડોવણી નથી, ઘરેલુ હિંસાનો જ કેસ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ