બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Dada Harir Stepwell Maratha Empire ahmedabad
ADVERTISEMENT
અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલી મહેસાણા સોસાયટી પાસે અંદાજીત 200 વર્ષ જુની પૌરાણીક વાવ આવેલી છે. આ વાવ દાદા હરિહર વાવ તરીકે ઓળખાતી હતી. આજે આ વાવ વાડજની વાવ તરીકે ઓળખાય છે. આ વાવ કોણે બનાવી ક્યારે બનાવી તેનો કોઇ ઇતિહાસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે નથી તેમ છંતાય આ વાવને પૌરાણીક વાવનો દરરજો આપવામાં આવ્યો છે. પાંચ વર્ષ પહેલા આ વાવને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રીનિવોટ કરવામાં આવી હતી.

ADVERTISEMENT
દારુડીયાઓ દેશીદારુ પીધા પછી પોટલી આ દરવાજા પાસે ફેકી દે છે
વાડજ વિસ્તારમાં રહેતા રહીશોને પણ મહેસાણા સોસાયટીની પાસે પૌરાણીક વાવ આવી હોવાની જાણકારી નથી ત્યારે બીજી તરફ કોઇપણ ટુરીસ્ટ કે પછી અમદાવાદીઓને વાવની મુલાકાત લેવી પણ મુશ્કેલ છે. વાવનો મુખ્ય દરવાજો પણ ધણ વર્ષોથી બંધ છે. મુખ્ય દરવાજા પાસે સ્થાનિકો પેશાબ કરવા માટે આવે છે ત્યારે દારુડીયાઓ દેશીદારુ પીધા પછી પોટલી આ દરવાજા પાસે ફેકી દે છે.
.jpg)
ADVERTISEMENT
મરાઠા કાળની વાવ હોવાનું મનાય છે
વાવના પ્રવેશદ્વાર પર સંસ્કૃતમાં શિલાલેખ આ વાવ કોણે બંધાવી હતી તેની હાલ કોઈ વિગત પ્રાપ્ત નથી. આ વાવના દ્વારમાં પ્રવેશતા ડાબી બાજુ પર સંસ્કૃત ભાષામાં શિલાલેખ જોવા મળે છે. આ વાવ ત્રણ માળ જેટલી ઊંડી છે. આ વાવ મરાઠા કાળની હોવાનું મનાય છે કાલુપુર ખજુરીની પોળના શેઠ ચુનીલાલ નગીનદાસ ચીનાઈ અને શેઠ ભોગીલાલ નગીનદાસ ચીનાઈ દ્વારા આ વાવનું સમારકામ કરાવવામાં આવ્યુ હતું. તેમના દ્વારા કરાવવામાં આવેલ સમારકામ બાદ આ વાવ કોણે બંધાવી હતી, તેની હાલ કોઈ વિગત પ્રાપ્ત નથી.
ADVERTISEMENT
.jpg)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.