'સ્વચ્છ રાજકોટ, હરિયામણું રાજકોટ'ના સંકલ્પની સાથે સાઇક્લોથોન યોજાઇ, 1400 લોકોએ લીધો ભાગ

By : juhiparikh 09:30 AM, 13 January 2019 | Updated : 09:57 AM, 13 January 2019
રાજકોટ મહાનગરપાલિકા, રોટરી મીડટાઉન લાયબ્રેરી અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા રવિવારે એટલે કે આજે રોલેક્સ સાઇક્લોથોનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. શહેરીજીનો સાઇકલિંગ જેવા નોનમોટરાઇઝડ ટ્રાન્સપોર્ટેશન વિકલ્પ અપનાવે અને પ્રદુષણ ઓછું ફેલાય તે માટે આ સાઇક્લોથોનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. 'સ્વચ્છ રાજકોટ હરિયામણું રાજકોટ'ના સંકલ્પની સાથે સાઇક્લાથોનની શરૂઆત થઇ હતી.આ સાઇક્લોથોનમાં કુલ 3 પ્રકારના રૂટની કેટેગરી રાખવામાં આવી હતી. જેમાં 25 કિલોમીટર,   50 કિલોમીટર અને 75 કિલોમીટરની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ સાઇક્લોથોનમાં 1400 જેટલા સાઇકલ ચાલકોએ ભાગ લીધો હતો.

25 કી.મી. ના રૂટમાં રેસકોર્ષ બાલભવનથી શરૂ કરીને અંડરબ્રીજ - કાલાવડ રોડ- ન્યુ રીંગ રોડ- ઘંટેશ્વર- માધાપર ચોકડી- જામ ટાવર- આર. વર્લ્ડ- રેસકોર્ષ થઈને બાલભવનના ગેઈટ પાસે સુધીનો હતો

50 કી.મી. ના રૂટમાં રેસકોર્ષ બાલભવનથી શરૂ કરીને અંડરબ્રીજ- કાલાવડ રોડ- ન્યુ રીંગ રોડ- ચોકીધાણી- એલ્ડોરાડો પાર્ક(ત્યાંથી રીટર્ન)- માધાપર ચોકડી- જામ ટાવર- આર. વર્લ્ડ- રેસકોર્ષ થઈને બાલભવનના ગેઈટ પાસે સુધીનો હતો.

75 કી.મી. ના રૂટમાં રેસકોર્ષ બાલભવનથી શરૂ કરીને અંડરબ્રીજ- કાલાવડ રોડ- ન્યુ રીંગ રોડ- ચોકીધાણી- ભારત હોટલ- ડેપાલીયા બસ સ્ટોપ(ત્યાંથી રીટર્ન) માધાપર ચોકડી- જામ ટાવર- આર. વર્લ્ડ- રેસકોર્ષ થઈને બાલભવનના ગેઈટ પાસે સુધીનો હતો.Recent Story

Popular Story