ક્યુબામાં એક ખાસ પરંપરા છે અહીં કન્યા અને વરરાજા ડાન્સ કરે છે. પરંતુ ડાન્સ કરવા માટે અહીં દુલ્હનને પૈસા આપવા પડે છે. જાણો પરંપરા વિશે.
આ દેશમાં છે અનોખી પરંપરા
દુલ્હન સાથે ડાન્સ કરવાના આપવા પડે છે પૈસા
જાણો શા માટે કરે છે આવુ
વિશ્વભરમાં ઘણા ધર્મો, સમુદાયોમાં વિચિત્ર માન્યતાઓનું પાલન વર્ષોથી ચાલતુ આવે છે અને આજે પણ ધૂમધામથી તેને નિભાવવામાં આવે છે. સૌથી વધારે અનોખી માન્યતાઓ લગ્નોમાં જ જોવા મળે છે. ભારતમાં જ જો વાત કરવામાં આવે તો લગ્નમાં એવા રિવાજ છે જેના વિશે જ્યારે બીજા દેશોના લોકોને ખબર પડે તો તે દંગ રહી જાય છે.
ક્યૂબામાં એક અનોખી પરંપરા છે. અહીં દુલ્હા દુલ્હન લગ્નમાં ડાન્સ કરે છે. પરંતુ તેનો ડાન્સ એટલો સરળ નથી હોતો. કારણ કે ક્યૂબામાં દુલ્હનની સાથે ડાન્સ કરવો એટલો સરળ નથી.
દુલ્હનની સાથે નાચવા માટે આપવા પડે છે પૈસા
અહીં એક રિવાજ છે જે અંતર્ગત જો કોઈ લગ્નમાં દુલ્હન સાથે ડાન્સ કરવા માંગે છે તો તેને પૈસા ચૂકવવા પડે છે. ડાન્સ કરતા પહેલા તેણે દુલ્હનના ગાઉનમાં નોટ પિન કરવાની હોય છે અને તે પછી જ તે દુલ્હન સાથે ડાન્સ કરી શકે છે.
તમે વિચારતા હશો કે આ વિચિત્ર પ્રથા પાછળનું કારણ શું છે. હકીકતે લગ્નનો ખર્ચ અને દરેકને ખવડાવવા માટે ઘણા પૈસા ખર્ચ થાય છે. આવી સ્થિતિમાં, આ પ્રથા દ્વારા, લોકો વર-કન્યાના લગ્નનો ખર્ચ ઘટાડવાનો પ્રયાસ કરે છે. સાથે આ પૈસા એટલે આપે છે જેથી તે આ રૂપિયાનો ઉપયોગ કરીને તેમના પતિ સાથે ફરવા જઈ શકે.
લગ્નમાં આવેલા મહેમાનોને આપે છે ગિફ્ટ
તેવી જ રીતે ક્યુબામાં લગ્ન સાથે જોડાયેલી બીજી એક વિચિત્ર માન્યતા છે. એટલે કે, જ્યારે લગ્ન પછી મહેમાનો વિદાય લેવાનું શરૂ કરે છે, ત્યારે કન્યા અને વરરાજા હાજરી આપવા બદલ આભાર તરીકે તેમને ગિફ્ટ આપે છે. તેને રિટર્ન ગિફ્ટ તરીકે ગણી શકાય.
આ સામાન્ય રીતે હાથથી બનાવેલી ભેટ હોય છે જેના પર રિબન દ્વારા વર અને વરરાજાના નામ લખવામાં આવે છે. કેટલીકવાર શ્રીમંતોના લગ્નમાં, મહેમાનોને કિંમતી સિગાર આપવામાં આવે છે.