CR Patil said about CM Bhupendra Patel is simple in nature
રમૂજ /
VIDEO: 'અમારે CM ઉપર વોચ રાખવી પડે છે' જુઓ સી આર પાટીલ ભૂપેન્દ્ર પટેલ વિષે કેમ આવું બોલ્યા
Team VTV06:39 PM, 29 Oct 21
| Updated: 06:44 PM, 29 Oct 21
CM ભૂપેન્દ્ર પટેલના ભોળપણ વિષે સી આર પાટીલ અવારનવાર વાત કરતાં હોય છે. PM મોદીએ પણ અગાઉ CMના કર્યા હતા વખાણ
CMને લઇને સી.આર.પાટીલે કર્યુ નિવેદન
લોકોના હૃદયમાં CMએ ઉચ્ચસ્થાન પ્રાપ્ત કર્યું છે: પાટીલ
CM પોતે કહે છે કે હું સરળ સ્વભાવનો છું: પાટીલ
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ તેમના દરેક કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના સરળ સ્વભાવની અને ભોળપણની વાત કહે છે. આજે પણ મહેસાણાના રબારી સમાજના કાર્યક્રમમાં હાજરી આપતી વખતે નિવેદન આપ્યું હતું.
અમારે CM ઉપર વોચ રાખવી પડે છે કારણ કે..
મહેસાણામાં રજત તુલા કાર્યક્રમમાં સી.આર.પાટીલે સંબોધનમાં કહ્યું છે કે લોકોના હૃદયમાં CMએ ઉચ્ચસ્થાન પ્રાપ્ત કર્યું છે, ભવિષ્યમાં ચોક્કસ પરિણામ આવશે. આ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલના વખાણ કરતાં કહ્યું કે અમારા CM ખૂબ સારા સ્વભાવના છે, અમારે CM ઉપર વોચ રાખવી પડે છે કે કોઈ તેમની પાસે હા ન પડાવી જાય. કારણ કે CM પોતે કહે છે કે હું સરળ સ્વભાવનો છું. મહત્વનું છે કે આ પહેલા સુરતના કાર્યક્રમ દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલના PM મોદીએ વખાણ કર્યા હતા.
CM ભૂપેન્દ્ર પટેલ ભોળા છેઃ પાટીલ
તો આ અગાઉ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે પોતાની બોટાદ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીની પ્રશંસા કરી હતી. તથા તેઓ સ્વભાવે ભોળા છે તેમ તેમને જણાવ્યુ હતું. પાટીલે કહ્યું હતું કે, CM બહુ ભોળા છે, ઘણીવાર અમારે એમને ચેતવવા પડે છે કે સામેવાળાથી સાચવવા જેવું છે.
ભૂપેન્દ્ર પટેલ જમીન સાથે જોડાયેલા મુખ્યમંત્રી છે-PM
આ પહેલા ગુજરાતમાં નવી સરકાર બન્યા બાદ પહેલી વખત ભૂપેન્દ્ર પટેલ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકમચ પર આવ્યા હતા. 15 ઓકટોબરના રોજ સુરતના હોસ્ટેલ અને અતિથિગૃહના ખાત મુહૂર્ત કાર્યક્રમ વખતે પીએમ મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલના ભરપેટ વખાણ કર્યા હતા. તેમની કામગીરીને બિરદાવતા કહ્યું હતું કે ભૂપેન્દ્ર પટેલ શાંત સ્વભાવના પણ કામમાં ચોક્કસાઈ ધરાવે છે. કોઈ પણ વિવાદ વગર છેલ્લા 25 વર્ષથી અવિરત કામ કરી રહ્યા છે. તેમણે 25 વર્ષમાં અનેક મોટી જવાબદારીઑ સારી રીતે નિભાવી છે અને મને ખાતરી છે કે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત ચોતરફ વિકાસ કરશે. તેમની કાર્યકરવાની અનોખી શૈલી અને શાંત સ્વભાવને પણ પીએમ મોદીએ પોતાની વાતમાં ટાંકી હતી.