લોકડાઉન / રાજકોટથી 1200 શ્રમિકોની ટ્રેન UP જવા રવાના, ટિકિટ અને ફુડ પેકેટ સામાજિક સંસ્થાઓએ દાન કર્યા

Coronavirus lockdown rajkot special train uttarpradesh migrant worker

ગુજરાતમાં કોરોના મહામારીના કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જો કે કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન-3માં પરપ્રાંતિય મજદૂર-વિદ્યાર્થીઓને પોતાના વતન મોકલવાને લઇને એડવાઇઝરી જાહેર કરી હતી. જેમાં રાજ્ય સરકાર દ્વારા તેઓને શરતોને આધીન પોતાના વતન મોકલવાની વ્યવસ્થા કરે. જો કે મુખ્યમંત્રી વિજય રુપાણીના પોતાના વતનમાં સતત છેલ્લા બે દિવસથી પરપ્રાંતિયો દ્વારા વતનમાં જવાને લઇને હોબાળો જોવા મળી રહ્યો હતો. જેને લઇને તંત્ર દ્વારા પરપ્રાંતિય શ્રમિકોને લઇને રાજકોટથી ઉત્તર પ્રદેશના બલિયા ગામ જવા પ્રથમ ટ્રેન રવાના કરવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ