coronavirus in india man was beaten to death by 2 people in bihar who had returned from maharashtra
અકલ્પનીય /
લૉકડાઉનમાં બિહાર પાછા ફરેલા મજૂરો સાથે સ્થાનિકોએ કર્યું ઓરમાયું વર્તન, પોલીસે કરી 7ની ધરપકડ
Team VTV02:16 PM, 31 Mar 20
| Updated: 02:47 PM, 18 May 20
મહારાષ્ટ્રથી વતન બિહારમાં પાછા ફરેલા મજૂરોને ગામ લોકોએ સ્વીકાર્યા નહીં અને તેમની પર મારપીટ શરૂ કરી. એટલી હદ સુધી માર્યા કે એક વ્યક્તિનું નિધન થયું. મૃતકે કોરોના સહાયતા કેન્દ્રને તેમના પરત આવવાની જાણ પણ કરી હતી. પરંતુ ગામના 2 પરિવારના લોકો નારાજ થયા અને તેમની મારપીટ કરીને હત્યા કરી.
મહારાષ્ટ્રથી બિહાર આવ્યો મજૂર પરિવાર
ગામના 2 પરિવારોએ તેમને ન કર્યો સ્વીકાર
મારી મારીને કરી હત્યા, પોલીસે કરી 7ની ધરપકડ
મૃતક સોમવારે પરિવાર સાથે મહારાષ્ટ્રના સીતામઢીથી મઢોલ ગામ આવ્યો હતો. તેણે કોરોના સહાયતા કેન્દ્રને પરિવારની પાછા આવવાની જાણ કરી હતી. તેમના પાછા આવવાનો સ્વીકાર 2 પરિવારોએ કર્યો નહીં અને નારાજ થઈને મારપીટ કરી. એટલી હદ સુધી માર માર્યો કે તેની હત્યા કરી દીધી. પોલીસે આ મામલે 7 લોકોની ધરપકડ કરી છે.
મજૂરોને લઈને કરવામાં આવી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
કોરોનાને પગલે લૉકડાઉન થવાથી હજારોની સંખ્યામાં પ્રવાસી મજૂરો પોતાના પરિવારની સાથે સેંકડો કિલોમીટર પગપાળા ચાલી રહ્યા છે. તેમા વૃદ્ધ, બાળકો, મહિલાઓ અને દિવ્યાંગ પણ સામેલ છે. તેમની પાસે રહેવાની સુવિધા અને ટ્રાન્સપોર્ટની સુવિધા નથી. એવામાં સુપ્રીમ કોર્ટ દેશભરમાં તંત્રને આદેશ આપે કે આ લોકોને શેલ્ટર હોમમાં રાખીને સુવિધાઓ આપવામાં આવે. કોરોનાને પગલે લૉકડાઉન થવાથી હજારોની સંખ્યામાં પ્રવાસી મજૂરો પોતાના પરિવારની સાથે સેંકડો કિલોમીટર પગપાળા ચાલી રહ્યા છે. તેમા વૃદ્ધ, બાળકો, મહિલાઓ અને દિવ્યાંગ પણ સામેલ છે. તેમની પાસે રહેવાની સુવિધા અને ટ્રાન્સપોર્ટની સુવિધા નથી. એવામાં સુપ્રીમ કોર્ટ દેશભરમાં તંત્રને આદેશ આપે કે આ લોકોને શેલ્ટર હોમમાં રાખીને સુવિધાઓ આપવામાં આવે.