coronavirus in Gujarat night curfew till 31st march 2021
કર્ફ્યૂ /
ગુજરાતમાં ચાર મહાનગરોમાં નાઈટ કર્ફ્યૂ 31 માર્ચ સુધી લંબાવાયો, સમયમાં કરાયો વધારો
Team VTV12:45 PM, 16 Mar 21
| Updated: 12:47 PM, 16 Mar 21
ગુજરાતમાં કોરોનાના કેસ વધતા ચાર મહાનગરોમાં 31મી માર્ચ સુધી કર્ફ્યૂ યથાવત રખાયો છે. પરંતુ આ વખતે સરકારે નાઈટ કર્ફ્યુનો સમય વધારવામાં આવ્યો છે.
નાઈટ કર્ફ્યૂ 31 માર્ચ સુધી લંબાવાયો
રાત્ર 10થી સવારે 6 વાગ્યા સુધી રહેશે રાત્રિ કર્ફ્યૂ
અગાઉ રાત્ર 12થી સવારે 6 વાગ્યા સુધી હતો
રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણ ને ધ્યાને લઈને રાજ્ય સરકારે આવતી કાલ તા.17 માર્ચ 2021 થી ચાર મહાનગરો અમદાવાદ,વડોદરા,સુરત અને રાજકોટ માં રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ નો અમલ કરવાનો નિર્ણય કર્યો છે.
રાત્રિ કરફ્યુ ની આ વ્યવસ્થા 31 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે. રાજ્ય સરકારે આ ચારેય મહાનગરો માં મંગળવાર 16 માર્ચ સુધી રાત્રિ કરફ્યુ ના સમયની અગાઉ ની વ્યવસ્થા એટલે કે રાત્રે 12 થી સવારે 6 વાગ્યા સુધીની વ્યવસ્થા યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.
આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ અગત્યનું નિવેદન આપ્યું હતુ.
DyCM નીતિન પટેલ જણાવ્યું હતુ કે, રાજ્યમાં કોરોના કેસ વધી રહ્યાં છે. મનપાના કમિશનરોને સૂચના આપવામાં આવી છે. કમિશનરને યોગ્ય નિર્ણય લેવા છૂટ અપાઇ છે અને જરૂરી પગલાં લેવા માટે પણ છૂટ અપાઇ છે.
રાત્રિ કર્ફ્યુ અંગે શું કહ્યુ?
DyCM નીતિન પટેલ વધુમાં જણાવ્યું હતુ કે, આજે રાત્રિ કરફ્યુ અંગે નિર્ણય લેવામાં આવશે. અન્ય પગલાં લેવા મુદ્દે પણ આજે ચર્ચા કરાશે. કોરોના વેક્સિન બાદ પોઝિટિવ થવાનો એકાદ કેસ આવ્યો છે. કેન્દ્ર સરકારે 14.50 લાખ વધુ ડોઝ મોકલ્યા છે. પુરતા પ્રમાણમાં વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ છે. વેક્સિન આપવા અંગે કોઇ અવ્યવસ્થા નથી.
ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ માથુ ઉચક્યું છે. રાજ્યના મહાનગરોમાં માઠી દશા બેઠી હોય તેમ કોરોનાના કેસમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. વધતા કેસને પગલે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા ફરી એકવાર 5 હજાર નજીક પહોંચી ગઈ છે.
છેલ્લા એક દિવસની વાત કરીએ તો ગુજરાતમાં 890 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ સુરત અને અમદાવાદના છે.. સુરતમાં એક દિવસમાં 262 પોઝિટિવ કેસ નોંધાયા છે. તો અમદાવાદમાં 209 કેસ નોંધાયા છે. આ તરફ રાજકોટમાં 95 અને વડોદરામાં 93 કેસ નોંધાયા છે. જ્યારે પાટનગર ગાંધીનગરમાં 18 કેસ, જામનગરમાં 14 કેસ, ભાવનગરમાં 12 કેસ અને જૂનાગઢમાં 9 કેસ નોંધાયા છે. વધતા કેસને પગલે તંત્ર પણ ચિંતિત છે.. અને ફરી એકવાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લગાવવામાં આવે તેવી શક્યતા છે.
અમદાવાદ બની રહ્યું છે કોરોનાનું હોટસ્પોટ
અમદાવાદમાં કોરોનાના કેસો 200ને પાર પહોંચ્યા છે. પ્રથમવાર શહેરમાં 530 કેસો એક્ટિવ છે. 24 ડિસે.બાદ એક જ દિવસમાં 205 કેસ નોંધાયા હતા. વધુ 4 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનનો ઉમેરો થયો છે. પશ્ચિમ વિસ્તારમાં કોરોના કેસ વધી રહ્યાં છે.
સુરતમાં કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું
સુરતમાં સ્કૂલોમાં કોરોના કેસ સામે આવ્યા છે. ગઈકાલે 37 વિદ્યાર્થી-શિક્ષકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સુરતમાં યુ.કે અને આફ્રિકન સ્ટ્રેઇનના કેસ જોવા મળી રહ્યા છે. ગઈકાલે 2200થી વધુ વિદ્યાર્થીઓ-શિક્ષકોનું ટેસ્ટિંગ કરાયું હતું. અઠવા અને રાંદેર ઝોનમાં કોરોના સંક્રમણ વધ્યું છે. સુરતમાં ગઈકાલે 262 કોરોના કેસ નોંધાયા છે.