coronavirus german university study china wuhan coronavirus
રિસર્ચ /
નવો ખુલાસોઃ કોરોના વાયરસના જીવાણુંઓ આટલાં દિવસ સુધી જીવિત રહે છે, ચેતજો
Team VTV03:17 PM, 12 Feb 20
| Updated: 03:24 PM, 12 Feb 20
કોરોના વાઈરસ (Coronavirus) ની ઘાતક અસરથી સમગ્ર વિશ્વમાં ભયનું વાતાવરણ ઊભું થયું છે. આ દરમિયાન એક સંશોધનમાં સામે આવ્યું છે કે, ચીનનાં વુહાન (Wuhan) થી દુનિયાભરમાં ફેલાયેલો આ જીવલેણ વાઈરસ દરવાજા અને ગાડીઓનાં હેન્ડલ પર ચોંટીને પણ જીવિત રહી શકે છે.
કોરોના વાયરસની ઘાતક અસરથી વિશ્વમાં ભયનું વાતાવરણ
કોરોના વાયરસને લઇને એક મહત્વપૂર્ણ સંશોધનમાં થયો ખુલાસો
કોરોના વાઈરસ 9 દિવસ સુધી કોઈ સપાટી પરથી અન્ય વ્યક્તિને શિકાર બનાવી શકે છે
તેને ખતમ કરવા માટે જંતુનાશક પદાર્થનો ઉપયોગ કરવો જરૂરી છે, નહીં તો તે સામાન્ય ફ્લૂ કરતાં ચાર ગણા લાંબા સમય સુધી સપાટી પર જીવિત રહી શકે છે.
સામાન્ય ફ્લૂ ફક્ત બે દિવસ સુધી જીવિત રહે છે, ત્યારે તેની સરખામણીએ કોરોના વાઈરસ (Coronavirus) એ જ સ્થિતિમાં 9 દિવસ સુધી કોઈ સપાટી પરથી અન્ય વ્યક્તિને પોતાનો શિકાર બનાવી શકે છે.
આ ચોંકાવનારો અભ્યાસ જર્મનીની રુહ્ર યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ ગ્રીફ્સવાલ્ડના નિષ્ણાતો દ્વારા કરવામાં આવ્યો છે. નિષ્ણાતોએ કોરોના વાઈરસ પર કરવામાં આવેલા 22 અભ્યાસના ડેટાનું વિશ્લેષણ કર્યું હતું.
જેમાં સામે આવ્યું હતું કે, કોરોના વાઈરસ ગ્લાસ, પ્લાસ્ટિક, લાકડાં અને ધાતુથી બનેલી વસ્તુઓ પર લાંબા સમય સુધી જીવિત રહી શકે છે.
ફ્લૂની જેમ જ તે કોઈ પણ વસ્તુ પર 4 ડિગ્રી કે તેનાથી ઓછા તાપમાનમાં એક મહિના સુધી જીવિત રહી શકે છે. જોકે, 30 ડિગ્રીથી વધુ તાપમાનમાં તેનો સર્વાઈવલ રેટ (જીવિત રહેવાની ક્ષમતા) ઘટી જાય છે.