બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / Controversial statement of Shankar Singh Vaghela regarding Ram Mandir

નિવેદન / રામ મંદિર પર આ શું બોલ્યા શંકરસિંહ બાપુ? ચૂંટણી વચ્ચે ઊભો થયો વિવાદ, ભાજપ ભડકી

Malay

Last Updated: 11:48 AM, 27 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચૂંટણીના ધમધમાટ વચ્ચે શંકરસિંહ બાપુના નિવેદનથી રાજકારણ ગરમાયું છે. તેમણે રામ મંદિરને લઈને વિવાદિત નિવેદન આપતા ભારતીય જનતા પાર્ટી લાલઘુમ થઈ ગઈ છે.

 

  • રામ મંદિરને લઈને શંકરસિંહ વાઘેલાનું વિવાદિત નિવેદન
  • શંકરસિંહ બાપુના નિવેદનથી રાજકારણ ગરમાયું
  • કહ્યું- રામ ટેન્ટમાં રહે કે મંદિર, તેનાથી કોઈ ફરક પડતો નથી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ તેમ રાજકારણ ગરમાઈ રહ્યું છે. ગુજરાતમાં હિન્દુ-મુસ્લિમ વચ્ચે હવે રામ મંદિરની એન્ટ્રી થઈ છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ રામ મંદિરને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, રામ ટેન્ટમાં રહે કે મંદિર...તેનાથી કોઈ ફરક પડતો નથી. ભાજપ મંદિરને લઈને માર્કેટિંગ કરે છે. ફરક એ વાતથી પડે છે કે ગરીબોને ભોજન અને રોજગાર મળે છે કે નહીં? આ મહત્વનું છે. ચૂંટણીના માહોલ વચ્ચે રામ મંદિરને લઈને શંકરસિંહ વાઘેલાના આ નિવેદન પર ભારતીય જનતા પાર્ટી લાલઘુમ થઈ ગઈ છે. 

સામાન્ય માણસને આનાથી કોઈ ફરક નથી પડતોઃ શંકરસિંહ વાઘેલા
ખાનગી ન્યૂઝ ચેનલને આપેલા એક ઈન્ટરવ્યૂમાં શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે, જ્યારે રામ મંદિર નહોતું ત્યારે શું ફરક પડ્યો અને હવે બનશે તો શું ફરક પડશે? કોઈને કોઈ ફરક પડતો નથી. જ્યારે શંકરસિંહ વાઘેલાને સવાલ પૂછવામાં આવ્યો કે મંદિર બનવાથી લોકોને રોજગાર મળશે, ટૂરિઝમ વધશે અને તમે કહો છો કે કોઈ ફરક નથી પડતો? જેના જવાબમાં વાઘેલાએ કહ્યું કે, સરદાર પટેલની આટલી ઉંચી પ્રતિમા બનાવવામાં આવી, ત્યાંના આદિવાસીઓ બરબાદ થઈ ગયા. સામાન્ય માણસને આ બધી બાબતોથી કોઈ ફરક પડતો નથી. 

ફક્ત માર્કેટિંગ માટે બનાવાયું રામ મંદિરઃ વાઘેલા
શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, મંદિર (રામ મંદિર) બન્યું નહોતું તો શું લોકો અયોધ્યા નહોતા જતા? તમે ટેન્ટમાં ભગવાન રામને જોતા હતા, ત્યારે શું ફરક પડતો હતો, ભગવાન રામને તો જોતા હતા ને! ભગવાન ટેન્ટમાં રહે કે મંદિરમાં રહે, શું ફરક પડે છે? શું તેઓ રહેવા માટે આવવાના છે? તેના પર જ્યારે શંકરસિંહને પૂછવામાં આવ્યું કે તમે પણ આટલું મોટું ઘર બનાવ્યું છે, નાનું મકાન બનાવીને તેમાં રહો તો શું ફરક પડે? આના પર શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, આ મેં માર્કિટિંગ માટે નથી બનાવ્યું, તેમણે રામ મંદિર માત્ર માર્કેટિંગ માટે બનાવ્યું છે. 

બેરોજગારોને નોકરી આપોઃ શંકરસિંહ
વાઘેલાએ વધુમાં જણાવ્યું હતું કે, રામ મંદિરના નિર્માણને કોઈ રોકતું નથી, પરંતુ રોજી રોટીની સમસ્યાનો ઉકેલ પણ શોધો. નોકરીનો મુદ્દો ઉઠાવતા વાઘેલાએ કહ્યું હતું કે, યુવકો બેરોજગાર છે, તેમને નોકરી આપો. ભ્રષ્ટાચાર વિના કોઈ કામ થતું નથી, તેને પણ દૂર કરો. શિક્ષણ ફી એટલી બધી વધી ગઈ છે કે બાળકોને ભણાવી શકાતા નથી. માં બીમાર છે, તેમને હોસ્પિટલમાં દાખલ કરાવી શકતા નથી. સામાન્ય માણસ માટે આ છે રામ મંદિર.

શંકરસિંહના નિવેદનથી વિવાદ
શંકરસિંહ વાઘેલાનું આ નિવેદન સામે આવ્યા બાદ ભાજપે હવે મોરચો ખોલ્યો છે. ભાજપે કહ્યું કે, શંકરસિંહ વાઘેલાએ ભગવાનનું અપમાન કર્યું છે. શંકરસિંહે હવે રામ મંદિરને લઈને નવો વિવાદ છેડ્યો છે. આપને જણાવી દઈએ કે, શંકરસિંહ વાઘેલાના દીકરા મહેન્દ્રસિંહ વાઘેલાને કોંગ્રેસે ટિકિટ આપી છે. તેઓ બાયડથી ચૂંટણી લડી રહ્યા છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ