બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Politics / CONGRESS PARTY ATTACK ON PM MODI

જાસૂસી કાંડ / સાબિત થઈ ગયું ! ચોકીદાર જ જાસૂસ છે, પેગાસસ સોફ્ટવેર પર થયેલા ખુલાસાને કોંગ્રેસે હાથોહાથ ઉપાડી લીધું

Pravin

Last Updated: 01:44 PM, 29 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેગાસસ જાસૂસી મામલે આજે જે રીતે ખુલાસો થયો છે, તેને લઈને કોંગ્રેસ આકરાં તેવર અપનાવી રહ્યું છે, કોંગ્રેસે સવાલ કર્યો છે કે, શું પીએમઓ આ અંગે કોઈ સ્પષ્ટતા આપશે ખરી ?

  • જાસૂસી કાંડમાં ખુલાસો થયાં બાદ કોંગ્રેસે આકરૂ વલણ અપનાવ્યું
  • પાંચ રાજ્યોની ચૂંટણી પહેલા બરાબરની ફસાઈ ભાજપ સરકાર
  • મોદી સરકારને કોંગ્રેસે પુછ્યા ધારદાર સવાલો

જાસૂસી સોફ્ટવેર પેગાસસ ડીલ પર એક અમેરિકી અખબારના નવા રિપોર્ટમાં કડકડતી ઠંડીમાં પણ રાજકારણનો પારો ગરમ થઈ ગયો છે. 5 રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની ઠીક પહેલા આ ખુલાસો વિપક્ષી પાર્ટીઓ માટે સરકાર પર હુમલો કરવાનું એક હથિયાર બની શકે છે. કોંગ્રેસે પીએમ મોદી અને ભાજપ પર આકરાં પ્રહારો કરવાનું અત્યારથી જ શરૂ કરી દીધું છે. તેમણે જણાવ્યું છે કે, શું પીએમઓ આ અંગે જવાબ આપશે ખરાં ? 

પેગાસસ ડીલ પર આ અખબારના રિપોર્ટ બાદ કોંગ્રેસ કેન્દ્ર સરકાર પર આકરું વલણ અપનાવ્યું છે. કોંગ્રેસે કહ્યું છે કે, પીએમઓ શું આ રિપોર્ટ પર જવાબ આપવા માગશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, શ્રીનિવાસ બીવી, શક્તિસિંહ ગોહિલ, કાર્તિ ચિદંમ્બરમે ટ્વિટ કરીને કહ્યું છે કે, આ રિપોર્ટથી સાબિત થઈ જાય છે કે, સરકારે ટેક્સપેયર્સના પૈસાથી 300 કરોડ રૂપિયામાં પત્રકારો અને નેતાઓની જાસૂસી કરવા માટે આ સોફ્ટવેર ખરીદ્યું છે. 

આ અખબારે પ્રકાશિત કરેલા એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે, જૂલાઈ 2017માં જ્યારે પ્રધાનમંત્રી મોદી ઈઝરાઈલના પ્રવાસે ગયા હતા, ત્યારે 2 અબજ ડોલરમાં ભારતે ઈઝરાયલ સાથે એક ભારેભરખમ ડીલ કરી હતી. આ ડીલમાં મિસાઈલ સિસ્ટમ ઉપરાંત ઈઝરાઈલી કંપની NSO દ્વારા બનાવામાં આવેલા પેગાસસ સ્પાઈવેયર મુખ્ય આઈટમ હતી. 

મોદી સરકારે દેશદ્રોહ કર્યો છે

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પેગાસસ ડીલ મુદ્દે કેન્દ્ર પર કેટલીય વખત અગાઉ પણ ઘેરાવ કરી ચુક્યા છે. રાહુલ ગાંધીએ આજે ફરી એક વાર મોદી પર મોટો પ્રહાર કરતા કહ્યું છે કે, મોદી સરાકરે દેશદ્રોહ કર્યો છે. 

 

રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું છે કે, મોદી સરકારે અમારા લોકતંત્રની પ્રાથમિક સંસ્થા, રાજકીય નેતાઓ તથા જનતાની જાસૂસી કરવા માટે પેગાસસ ખરીદ્યું હતું. ફોન ટૈપ કરીને સત્તા પક્ષ, વિપક્ષ, સેના, ન્યાયપાલિકા સૌને ટાર્ગેટ કર્યા છે. આ દેશદ્રોહ છે. મોદી સરકારે દેશદ્રોહ કર્યો છે. 

ભારતના પ્રધાનમંત્રી પેગાસસ ખરીદવા અને જાસૂસી કરવામાં વ્યસ્ત 

આ ડીલ સામે આવ્યા બાદ કોંગ્રેસ નેતાઓ એક પછી એક એમ પીએમ મોદી અને ભાજપ સરકાર પર આકરાં પ્રહારો કરી રહ્યા છે. યુથ કોંગ્રેસ અધ્યક્ષ શ્રીનિવાસ બીવીએ પીએમ મોદી પર મોટો પ્રહાર કર્યો છે. અને કહ્યું છે કે, સાબિત થઈ ગયું છે કે, ચોકીદાર જ જાસૂસ છે. 

તેમણે ટ્વીટ પણ કર્યું છે કે, ડિફેંસ ડીલ તરીકે ભારતે 2017માં ઈઝરાયલ પાસેથી પેગાસસ ખરીદ્યું. 
આવી રીતે સાબિત થાય છે કે, ચોકીદાર જ જાસૂસ છે. શ્રીનિવાસ બીવીએ આગળ લખ્યું છે કે, જ્યારે બેરોજગાર, નોકરીઓ માટે ઠેકઠેકાણે ઠોકરો અને લાઠીયો ખાઈ રહ્યા હતા, ત્યાર ભારતના પ્રધાનમંત્રી પેગાસસ ખરીદવામાં અને જાસૂસી કરવામાં વ્યસ્ત હતાં.

 

કાર્તિ ચિદંબરમે તેના પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, શું પ્રધાનમંત્રી કાર્યાલય આના પર કોઈ પ્રતિક્રિયા આપવાની તકલીફ ઉઠાવશે ખરાં

સરકારે સુપ્રીમ કોર્ટે અને સંસદને પણ અવળાં રસ્તે ચડાવી દીધી 

પીએમ મોદીને ઘેરાવ કરતા કોંગ્રેસ નેતા શક્તિ સિંહ ગોહિલે કહ્યું કે, નરેન્દ્ર મોદી મૂંગા કેમ છે, આની સ્પષ્ટતા કરવી એ પીએમઓ ઈન્ડિયાની ફરજ છે. આજે જે રીતે અમેરિકી અખબારમાં ખુલાસો થયો છે, તે પ્રમાણે ઈઝરાયલી એનએસઓ કંપની દ્વારા વેચવામાં આવેલા સ્પાઈવેર પેગાસસને ટેક્સપેયર્સના 300 કરોડ રૂપિયા ચુકવીને સરકારે તેને ખરીદ્યું છે. તેનો અર્થ એ છે કે, આપણી સરકારે સુપ્રીમ કોર્ટ અને સંસદ બંનેને અવળા રસ્તે ફંટાવી દીધું છે.

આ રિપોર્ટ દ્વારા બધું સ્પષ્ટ થઈ ગયું

કોંગ્રેસ નેતા ગૌરવ પાંધીએ આ ઘટનાક્રમ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, રિપોર્ટમાં એ સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે, પીએમ મોદીએ 2017માં પોતાની યાત્રા દરમિયાન ઈઝરાયલી પેગાસસ ખરીદ્યું હતું. આ સ્પષ્ટ છે. ભારતના દુશ્મનોની માફક, મોદી સરકારે ભારતીય પત્રકારો, રાજકીય નેતાઓ, સરકારી સંસ્થાઓના પ્રમુખો વિરુદ્ધ યુદ્ધના હથિયારોનો ઉપયોગ કર્યો છે. 

યુથ કોંગ્રેસ આજે જે રીતે ખુલાસો થયો છે, તે જોતા દિલ્હીમાં પ્રદર્શન કરી રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર જોઈએ તો, 31 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા બજેટ સત્રમાં પણ કોંગ્રેસ આ મુદ્દા બંને સદનમાં ઘેરાવ કરશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ