બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / Politics / congress meira kumar attack on ashok gehlot govt over jalore incident babu jagjivan ram

વરવી વાસ્તવિકતા / 100 વર્ષ પહેલા મારા પિતાને પણ પાણી પીતા રોકેલા, જાતિવાદ અમારો સૌથી મોટો દુશ્મન: પૂર્વ લોકસભા સ્પિકરે વેદના ઠાલવી

Pravin

Last Updated: 04:11 PM, 16 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂર્વ લોકસભા સ્પિકર મીરા કુમારે સ્કૂલમાં દલિત બાળક સાથે મારપીટને લઈને રાજસ્થાનની ગહલોત સરકાર પર આકરાં પ્રહારો કર્યા છે.

  • પૂર્વ લોકસભા સ્પિકરે રાજસ્થાન સરકારનો ઘેરાવ કર્યો
  • દલિત બાળક સાથે બર્બરતા આચરવામાં આવતા મીરા કુમારે પ્રહાર કર્યા
  • સૌથી મોટો જાતિવાદ દુશ્મન હોવાનું જણાવ્યું

 

પૂર્વ લોકસભા સ્પિકર મીરા કુમારે સ્કૂલમાં દલિત બાળક સાથે મારપીટને લઈને રાજસ્થાનની ગહલોત સરકાર પર આકરાં પ્રહારો કર્યા છે મીરા કુમારે 100 વર્ષ પહેલા પોતાના પિતા બાબૂ જગજીવનરામ સાથે થયેલી ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આખરે આઝાદીના 75 વર્ષ બાદ પણ જાતિ વ્યવસ્થા અમારી દુશ્મન બનેલી છે. 

હકીકતમાં જોઈએ તો, રાજસ્થાનના જાલોરમા એક શિક્ષકે સ્કૂલમાં દલિત બાળક સાથે ફક્ત એટલા માટે મારપીટ કરી હતી, કેમ કે તેણે હેડમાસ્ટરમા ઘડામાંથી પાણી પીધું હતું. ટીચરે એટલી નિર્દયતાથી ફટકાર્યો કે, બાળકના કાનની નસ ફાટી ગઈ હતી અને હાલત બગડી ગઈ હતી. પરિવારના લોકો તેને અમદાવાદની હોસ્પિટલમાં લઈને આવ્યો પણ જીવ બચાવી શક્યા નહીં.

પરિવારના લોકો બાળકની સારવાર માટે 25 દિવસ સુધી ભટકતા રહ્યા. પણ ક્યાંય તેની સારવાર થઈ નહીં. ત્યાં સુધી કે આરોપી ટીચર તરફથી કોઈ મદદ પણ મળી નહીં. આ ઘટનાને લઈને સમગ્ર દેશમાં નારાજગી જોવા મળી રહી છે. રાજસ્થાનની અશોક ગેહલોત સરકાર પણ ટાર્ગેટમાં આવી ગઈ છે.

બિહારમાં જન્મેલા મીરા કુમાર પાંચ વાર સાંસદ રહ્યા છે. તેઓ કેન્દ્રીય મંત્રી અને લોકસભામાં દેશની પ્રથમ મહિલા સ્પિકર પણ હતા. મીરા કુમારે જાલોરની ઘટનાને લઈને ટ્વિટ કરીને કહ્યં કે, 100 વર્ષ પહેલા મારા પિતા બાબૂ જગજીવનરામને સ્કૂલમાં સવર્ણોએ ઘડામાંથી પાણી પીતા રોક્યા હતા. જેમ તેમ કરીને તેમનો જીવ બચાવ્યો. આજે એવા જ કારણે એક 9 વર્ષના દલિત બાળકને મારી નાખવામાં આવ્યો. આઝાદીના 75 વર્ષ બાદ પણ જાતિવાદ અમારો સૌથી મોટો દુશ્મન છે. કલંક છે. 

કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામું આપ્યું

રાજસ્થાનના જાલોરની ઘટનાથી દુખી થઈને સોમવારે બારાના કોંગ્રેસ ધારાસભ્ય પાનાચંદ મેઘવાળે પોતાના પદેથી રાજીનામુ આપી દીધું છે. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, મેઘવાળે મુખ્યમંત્રી અશોક ગેહલોતને પોતાનું રાજીનામું આપી દીધું છે. ધારાસભ્યનું કહેવુ છે કે, આઝાદીના 75 વર્ષ બાદ પણ રાજ્યમાં દલિત વંચિત વર્ગ પર થઈ રહેલા અત્યાચારથી વ્યથિત થઈને મેં મુખ્યમંત્રી અશોક ગહલોતને રાજીનામું આપી દીધું છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ