ગુજરાતમાં 23 એપ્રિલના રોજ લોકસભા ચૂંટણીની સાથો સાથે વિધાનસભા પેટા ચૂંટણી પણ થવાની છે. જેને લઇને કોંગ્રેસ દ્વારા ગુજરાતની 4 બેઠકો પરના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. જાણો કોણ છે કોંગ્રેસના મહારથી?
કોંગ્રેસે આખરે ગુજરાતની તમામ લોકસભા બેઠકો પર ઉમેદવાર જાહેર કરી દીધા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા વિધાનસભા પેટા ચૂંટણી માટે પણ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરી છે. કોંગ્રેસે ગુજરાત પેટાચૂંટણીના 4 ઉમેદવારોની જાહેરાત કરી છે. જેમાં ધ્રાંગધ્રા બેઠક પરથી દિનેશ જીવરાજ પટેલ, જામનગર ગ્રામ્ય બેઠક પરથી જયંતિ સભાયા, માણાવદર બેઠક પરથી અરવિંદ લાડાણી અને ઉંઝા બેઠક પરથી કામુ પટેલ(કાન્તિલાલ મુળજીભાઇ પટેલ)ને ટિકિટ આપવામાં આવી છે.
ઉંઝા બેઠક પરથી ચૂંટણી લડશે કામુ પટેલ
મહેસાણાની ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણી માટે આખરે કોંગ્રેસે કામુ પટેલને ટિકિટ આપી છે. કામુ પટેલ ઉમિયાધામ સંસ્થાન સાથે સંકળાયેલા છે. ત્યારે આજે કામુ પટેલ પણ ઉમેદવારી ફોર્મ ભરી શકે છે. ત્યારે ભાજપમાંથી આશા પટેલ ચૂંટણી લડે તેવી શક્યતા છે. ઊંઝા વિધાનસભા બેઠક પર બન્ને પાટીદાર નેતા વચ્ચે ટક્કર જામશે.
માણાવદર બેઠક પરથી અરવિંદ લાડાણી ભરશે ફોર્મ
જૂનાગઢની માણાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે કોંગ્રેસે અરવિંદ લાડાણીને ટિકિટ આપી છે. ત્યારે અરવિંદ લાડાણી આજે ઉમેદવારી નોંધાવશે. માલતદાર કચેરીમાં ફોર્મ ભર્યા બાદ અરવિંદ લાડાણી ચૂંટણી પ્રચાર પણ શરૂ કરશે. આજ દિન સુધી અરવિંદ લાડાણી જવાહર ચાવડા સાથે હતા. જોકે જવાહર ચાવડા ભાજપમાં ગયા ત્યાર બાદ અરવિંદ લાડાણી કોંગ્રેસમાં જોડાયા હતા.
જામનગર બેઠક પર પાટીદાર V/S પાટીદાર
જામનગર ગ્રામ્ય વિધાનસભાની પેટાચૂંટણી માટે આખરે કોંગ્રેસે મોડી રાતે ઉમદેવાર તરીકે જયંતિ સભાયાને ટિકિટ આપી છે. ભાજપના પાટીદાર ઉમેદવારની સામે કોંગ્રેસ દ્વારા પણ પાટીદાર ઉમેદવારને મેદાને ઉતારવામાં આવ્યા છે. કોંગ્રેસના આંતરિક વિખવાદ બાદ અંતિમ તબક્કે જયંતિ સભાયાને તક મળી છે. દાવેદારના રાફડા વચ્ચે હાઈ કમાન્ડે જયંતિ સભાયાને તક આપી છે. પોતાના ધંધાને લઇને સુરત સ્થાયી થયેલા જયંતિ સભાયા લેઉવા પાટીદાર છે. ભાજપ દ્વારા લેઉવા પટેલ પાટીદાર રાઘવજી પટેલને મેદાને ઉતારી દેવાયા છે.
અત્રે ઉલ્લેખીય છે કે, કેન્દ્રીય ચૂંટણી પંચે ધ્રાંગધ્રા, ઉંઝા, જામનગ્ર ગ્રામ્ય, અને માણાવદર વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી પણ લોકસભાની ચૂંટણીની સાથે 23 એપ્રિલ, 2019ના રોજ યોજવાની જાહેરાત કરી છે.
INC COMMUNIQUE
Announcement of Congress candidate for bye-election to the Legislative Assembly of Gujarat from Unjha Constituency. pic.twitter.com/p2xWBx5FoJ