બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / ગુજરાત / Congress Anant Patel won Vansada 177 the seat for ST,
ADVERTISEMENT
વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં નવસારીની વાંસદા(ST) બેઠક પર ત્રીપાંખિયો જંગ ખેલાયો હતો, કારણ કે આ વખતે અહીં ભાજપ, કોંગ્રેસ તેમજ AAP પાર્ટીએ પણ પોતાના ઉમેદવારને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા જેમાં ભાજપે પિયુષ પટેલને રાજકીય મેદાને ઉતાર્યા હતા જ્યારે અનંત પટેલને કોંગ્રેસે પોતાના ઉમેદવાર બનાવ્યા હતા જ્યારે આમ આદમી પાર્ટીએ પંકજ પટેલને ચૂંટણી મેદાને ઉતાર્યા હતાં. તેમને જણાવી દઈએ કે, વાંસદા-177 બેઠક અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત છે.
વાંસદા બેઠકના જાતિગત સમીકરણ
વાંસદા બેઠકમાં 141 ગામોનું સમાવેશ થાય છે જ્યાં જાતિગત સમીકરણો તપાસીએ તો, 90 ટકાથી વધારે વસ્તી આદિવાસી લોકોની છે જેમાં કુકણા પટેલ, ઢોડિયા પટેલનો સમાવેશ થાય છે. આ બેઠકમાં વાંસદા તાલુકો તેમજ ચીખલી અને ખેરગામના ગામોનું સમાવેશ થાય છે. વાંસદા વિધાનસભાના મત વિસ્તાર 2,99,622 મતદારો છે. જેમાં પુરૂષ મતદારો 1,47,177 તેમજ 1,52,445 સ્ત્રી મતદારો છે.
ADVERTISEMENT
બેઠકનો રાજકીય ઈતિહાસ
આ બેઠક પર કોંગ્રેસનો દબદબો રહ્યો છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ 19 હજાર મતની લીડથી જત્યા હતાં. તેમને જણાવી દઈએ કે, 2017માં અનંતકુમાર પટેલ કોંગ્રેસના ઉમેદાવર જીત્યા હતા તેમજ કોંગ્રેસના કાળુભાઈ ચૌધરી 2012માં જીત્યા હતા અને 1972ની વાત કરીએ તો રતનભાઈ ગામિત કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હતા. 1967માં પીએસપી નેતા આર જી ગામિત જીત્યા હતાં. 1962ની ચૂંટણીમાં બહાદુરભાઈ પટેલ જીત્યા હતાં.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.